વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ
ખેરગામના બાવળી ફળિયા, ચીખલી રોડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યાના ઉકેલ માટે રૂ. 5 લાખના ખર્ચે નાળાનું નિર્માણ કરવામાં આવનાર છે. આ વિકાસકામનું ખાતમુહૂર્ત ખેરગામનાં સરપંચ શ્રી ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. બાવળી ફળિયા ચીખલી રોડ વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હતી. જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલ માટે નાળાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી પાણીના નિકાલમાં સુવિધા મળશે અને સ્થાનિક લોકોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓમાં રાહત મળવાની આશા છે.આ પ્રસંગે સરપંચ શ્રી ઝરણાબેન પટેલ, શશિનભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર યશવંતભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.









