NH-48 અને NH-56 પર સ્ટ્રીટલાઇટ, ક્રેશ બેરિયર અને હેઝાર્ડ બોર્ડ લગાવવા ભાર; ૧૩ દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા ૧,૭૩૭ કેસ નોંધાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો લાવવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા જિલ્લા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ હતી. બેઠકમાં માર્ગ અકસ્માતોના જોખમી સ્થળો (બ્લેક સ્પોટ) દૂર કરવા તેમજ માર્ગ સલામતીનાં પગલાં વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ નેશનલ હાઈવે-૪૮ અને નેશનલ હાઈવે-૫૬ પર માર્ગ સલામતીનાં જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જેમાં સ્ટ્રીટલાઇટ લગાવવી, હેઝાર્ડ બોર્ડ મૂકવા, ક્રેશ બેરિયર સ્થાપિત કરવા તથા બ્રિજ પર હાઈમાસ્ટ લાઇટની વ્યવસ્થા કરવા સહિતની કામગીરીને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.
શાળાકીય વાહનોનું ચેકિંગ હાથ ધરાયું
બેઠક દરમિયાન આર.ટી.ઓ. અધિકારી આકાશ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે શાળાનાં બાળકોની અવરજવર માટે ઉપયોગમાં લેવાતી નાની-મોટી આશરે ૧૫૦ બસોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. બાકી રહેલી બસો અને વાનનું પણ આગામી સમયમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે.
વિવિધ સ્થળોએ દબાણો દૂર કરાયાં
માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં વિગતો રજૂ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૫ તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ત્રણ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જ્યારે બીલીમોરા નગરપાલિકા દ્વારા બે અને ગણદેવી નગરપાલિકા દ્વારા એક દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૧,૭૩૭ કેસ
પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંગે જણાવાયું હતું કે, તા. ૧થી ૧૩ ઓક્ટોબર દરમિયાન નેશનલ હાઈવે-૪૮ પર લેનભંગ, ઓવરસ્પીડ, નો-પાર્કિંગ, સીટબેલ્ટ સહિતના નિયમોના ભંગ બદલ કુલ ૧,૩૨૩ કેસ નોંધવામાં આવ્યા હતા. જ્યારે સ્ટેટ હાઈવે-૬ પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૪૧૪ જેટલા કેસ નોંધાયા હતા. આમ, બંને માર્ગો પર મળીને કુલ ૧,૭૩૭ કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત આર.ટી.ઓ. કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.એન. લિખિયા, આર.ટી.ઓ. અધિકારી આકાશ પટેલ સહિત માર્ગ અને મકાન વિભાગ, હાઈવે વિભાગ તથા માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા, જોખમી સ્થળો પર જરૂરી સુવિધાઓ ઊભી કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી હાથ ધરવા પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.