જીવણજી નઈ રે જવા દઉં આજ કે વનમાં રાતલડી રાખું રે… ગીતોના તાલે યુવાધન ગરબે ઘૂમ્યું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

જીવણજી નઈ રે જવા દઉં આજ કે વનમાં રાતલડી રાખું રે… ગીતોના તાલે યુવાધન ગરબે ઘૂમ્યું

અરવલ્લી જિલ્લામાં છઠ્ઠા નોરતે ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ

અરવલ્લી જિલ્લામાં નવરાત્રી મહોત્સવના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. મોડાસા શહેરના રમઝટ, રામપાર્ક, અર્બુદા, સંસ્કૃતિ પાર્ટી પ્લોટ અને અનંતરાસ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની ભારે ભીડ જામી હતી. લોકગીતો અને ગરબાના તાલે યુવાધન ઝૂમી ઊઠ્યું હતું.

નવરાત્રીના છઠ્ઠા નોરતે વિવિધ ગરબા આયોજનોમાં મેદાનો ખેલૈયાઓથી છલકાઈ ગયાં હતાં. પરંપરાગત ગરબા ગીતો અને સંગીતના સૂર વચ્ચે યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી. ખાસ કરીને “જીવણજી નઈ રે જવા દઉં આજ કે વનમાં રાતલડી રાખું રે…” જેવા લોકપ્રિય ગીતોના તાલે ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા.

મોડાસા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે વિવિધ પાર્ટી પ્લોટમાં પહોંચ્યા હતા. નવરાત્રીના વધતા ઉત્સાહ સાથે ગરબા મહોત્સવમાં રોનક છવાઈ હતી અને છઠ્ઠા નોરતે અરવલ્લી જિલ્લામાં ભક્તિ, પરંપરા અને સંગીતનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો