વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

ચૂંટણી પંચ અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ તથા વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોના જવાબમાં વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશ ઠાકોરે થરાદ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડો. નરેશ ઠાકોરે જણાવ્યું હતું કે ચૂંટણી પંચના ત્રણેય કમિશનરો વચ્ચે કોઈપણ પ્રકારના મતભેદ નથી અને SIR સંબંધિત નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે ચૂંટણી પંચની કામગીરી અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપોને તેમણે ભ્રામક ગણાવી ચૂંટણી પ્રક્રિયા અંગે ખોટું નેરેટિવ ઉભું કરવાનો આરોપ લગાવ્યો હતો તેમજ મતદાર યાદીમાં નવા મતદારોના નામ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-6ના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેમ ડો. નરેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી SIRની પ્રક્રિયાને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિવિધ દાવાઓ અંગે તેમણે સવાલો ઉઠાવી ભાજપનો પક્ષ રજૂ કર્યો હતો તેમજ ડો. નરેશ ઠાકોરે EVM અને SIRના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ અંગે કરવામાં આવેલા આક્ષેપોને પણ ભ્રામક ગણાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની કામગીરી અંગે જનમાનસમાં ગેરસમજ ઊભી થાય તે પ્રકારનું પ્રચાર-પ્રસાર કરવાને બદલે હકીકતોના આધારે ચર્ચા થવી જોઈએ તેમજ થરાદ કમલમ ખાતે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખે SIR, મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા અંગે ભાજપનો પક્ષ સ્પષ્ટ કરતા કોંગ્રેસના આક્ષેપોનો મુદ્દાવાર જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી વધુ તેજ બનવાના સંકેતો જોવા મળી રહ્યા છે તેમજ વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશ ઠાકોરે SIR અને ચૂંટણી પંચને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો અંગે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ જ્યારે ચૂંટણીમાં પરાજય મેળવે છે ત્યારે પોતાની હારની જવાબદારી સ્વીકારવાને બદલે અલગ-અલગ કારણોને જવાબદાર ઠેરવતી રહી છે તેમજ નરેશ ઠાકોરે આક્ષેપ કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પહેલા પોતાની હારનું ઠીકરું EVM પર ફોડતી હતી. હવે SIRને દોષ આપવામાં આવી રહ્યો છે અને હવે ચૂંટણી પંચ સામે પણ નિરાધાર તથા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે તેમણે વધુમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, “રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી હવે જુઠ્ઠાણાની ફેક્ટરી બની ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા અને બંધારણીય સંસ્થાઓ અંગે આક્ષેપો કરતા પહેલા કોંગ્રેસે તથ્યો સામે રાખવા જોઈએ તેમજ ચૂંટણી પંચ સત્તાવાર રીતે SIR-2026 અંતર્ગત મતદાર યાદી સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યું છે તેમજ નરેશ ઠાકોરે કોંગ્રેસને આહ્વાન કરતાં જણાવ્યું કે, રાજકીય વિરોધ કરવો લોકશાહીમાં સ્વાભાવિક છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા અંગેના આક્ષેપો તથ્યો અને પુરાવાના આધારે જ કરવા જોઇએ તેમજ આ પ્રસંગે મહામંત્રી ઉમેદદાન ગઢવી, કરસનભાઈ ડોક્ટર, અને કમલેશભાઈ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા……










