રાજુલા સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીની બહેનો સૌરાષ્ટ યુનિવર્સિટીમાં યોજાયેલ યુવક મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંકે.

યોગેશ કાનાબાર અમરેલી

શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીની બહેનો સૌરાષ્ટ યુનિવર્સિટીમાં યોજાયેલ યુવક મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંકે રહી સફળતાના ઉચ્ચ શિખર પર આરૂઢ થયા…

રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજના બહેનોએ સૌરાષ્ટ્ર યુનિ દ્વારા 54 માં હિરક સ્પંદન યુવક મહોત્સવ માં હાલરડા ગાયન સ્પર્ધામાં શિયાળ કાશ્મીરા બેન રવજીભાઈ તથા બારૈયા નીલુબેન પાંચાભાઇ પ્રથમ ક્રમાંક પર વિજેતા થયેલ. આ ઉપરાંત લોકગીત સ્પર્ધામાં શિયાળ કાશ્મીરાબેન રવજીભાઈ દ્વિતીય ક્રમાંકે વિજેતા રહેલ. સૌરાષ્ટ યુનિવર્સિટી માં આ સ્પર્ધાઓમાં રસાકસી રહેલ. જેમાં કોલેજ ની બહેનો એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ. યુનિવર્સિટી કક્ષાએ કોલેજના વિદ્યાર્થીઓ એ તેમની કલા પ્રદર્શનથી નિર્ણાયકોને પણ આશ્ચર્યચકિત કરી દીધેલ.

કોલેજ
આ સાથે તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયેલ જેમાં લગ્ન ગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે પોરીયા કિંજલબેન ગુણવંતભાઈ. તથા નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વાઘ આરતીબેન લક્ષ્મણભાઈ તથા લોકગીત સ્પર્ધામાં અરડુ હીનાબેન કેશુભાઈ તથા ભજન સ્પર્ધામાં કવાડ મનીષાબેન સુખાભાઈ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ. સમગ્ર સ્પર્ધાઓમાં કોલેજની બહેનોએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ . આ વિવિધ સ્પર્ધાઓમાં સફળ થનાર બહેનોને કોલેજ ના કેમ્પસ મેનેજર શ્રીરવિભાઈ વ્યાસ તથા સેક્રેટરી શ્રી બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી તથા કેમ્પસ ડાયરેક્ટર ડો. શ્રી જીગ્નેશભાઈ વાજા સાહેબ અભિનંદન પાઠવેલ. કોલેજ પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે ઉત્તરોતર પ્રગતિ ની શુભકામનાઓ પાઠવેલ. કોલેજ એન. એસ .એસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તેરૈયા તથા ગુજરાતી પ્રોફેસર ડો. મિત્તલબેન નાયી દ્વારા સમગ્ર સ્પર્ધાઓ માટે જહેમત તટ ઉઠાવવામાં આવેલ. કોલેજ પ્રાધ્યાપક પરિવાર નો સહયોગ પણ રહેલ. તમામ સ્પર્ધકો ને કોલેજ ટ્રસ્ટ પરિવાર વતી સન્માનિત કરવામાં આવેલ છે. કોલેજોમાં શૈક્ષણિક સાંસ્કૃતિક તથા ઈતર પ્રવૃત્તિ માટે વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો