KACHCHH:કચ્છનાઆધોઈ સરકારી શાળાની દીકરીઓએ મહેસાણા ખાતે યોજાયેલ SGFI રાજ્યકક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં ગૌરવ વધાર્યું

 KACHCHH:કચ્છનાઆધોઈ સરકારી શાળાની દીકરીઓએ મહેસાણા ખાતે યોજાયેલ SGFI રાજ્યકક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં ગૌરવ વધાર્યું

મહેસાણા સ્થિત રમત-ગમત સંકુલ, પાંચોટ ખાતે તારીખ ૧૩ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) અંતર્ગત આયોજિત રાજ્યકક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આધોઈની દીકરીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્યનું પ્રદર્શન કરી શાળા તેમજ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે.

​વિદ્યાર્થીનીઓને આ સ્તર સુધી પહોંચાડવા માટે શાળાના વ્યાયામ શિક્ષક શૈલેષ સરે સખત પરિશ્રમ, નિયમિત તાલીમ અને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમની મહેનત અને સમર્પણના ફળસ્વરૂપે ગ્રામ્ય વિસ્તારની આ દીકરીઓએ રાજ્યકક્ષાના મંચ પર પોતાની પ્રતિભા દર્શાવવાની સુવર્ણ તક હાંસલ કરી હતી.

​આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય વસ્તાભાઈ તેમજ ગ્રામ આગેવાનોએ તમામ ખેલાડી વિદ્યાર્થીનીઓ અને માર્ગદર્શક કોચ શૈલેષ સરને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સિદ્ધિને બિરદાવી ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ આપી હતી.

​યોગ્ય તાલીમ અને દૃઢ સંકલ્પથી સરકારી શાળાની દીકરીઓ પણ રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ સ્થાન મેળવી શકે છે તે આ ખેલાડીઓએ સાબિત કરી બતાવ્યું છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. શાળા પરિવારે તમામ ખેલાડી દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો