MORBI:મોરબીના મહેન્દ્રનગર નજીકથી મધ્યપ્રદેશના ૨૬ વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો: બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી

MORBI:મોરબીના મહેન્દ્રનગર નજીકથી મધ્યપ્રદેશના ૨૬ વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો: બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી

મોરબી-હળવદ રોડ પર આવેલા મહેન્દ્રનગર નજીકથી એક પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કારખાના પાછળના ખરાબામાંથી યુવકની લાશ મળી આવતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈકોન માઈક્રોન કારખાના પાછળ ખુલ્લા ખરાબામાંથી એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને થઈ હતી. જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક મધ્યપ્રદેશના દમોહ જિલ્લાનો વતની સુરેશભાઈ બારેલાલભાઈ આદિવાસી (ઉં.વ. ૨૬) હોવાનું સામે આવ્યું છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોત (અ.મોત) અંગે નોંધ કરી છે. યુવકનું મોત કયા કારણોસર થયું—કોઈ બીમારી, અકસ્માત કે અન્ય કોઈ કારણ છે—તે અંગે બી ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો