MORBI:મોરબીના હરિપર (કેરાળા)માં મકાન ભાડું માગતા વેપારી ભાઈઓ પર જીવલેણ હુમલો: પાંચ શખ્સો સામે ગુનો દાખલ

MORBI:મોરબીના હરિપર (કેરાળા)માં મકાન ભાડું માગતા વેપારી ભાઈઓ પર જીવલેણ હુમલો: પાંચ શખ્સો સામે ગુનો દાખલ

મોરબી તાલુકાના હરિપર (કેરાળા) ગામે મકાનના ત્રણ મહિનાના બાકી ભાડાની ઉઘરાણી કરવા બાબતે કરિયાણાના વેપારી અને તેમના નાના ભાઈ પર પાંચ શખ્સોએ પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા બંને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હરિપર (કેરાળા) ગામે કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ જયંતીલાલ હળવદિયા (ઉં.વ. ૪૫) ગઈકાલે સાંજે પોતાની દુકાને હાજર હતા. તે દરમિયાન મકાનનું ત્રણ મહિનાનું બાકી ભાડું ચૂકવવા અંગે સ્થાનિક રહીશ મેહુલ સુરેશભાઈ પાંચીયા સાથે વાતચીત થઈ હતી. ભાડું માગવા બાબતે બોલાચાલી થતાં મેહુલ પાંચીયા જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગયો હતો.

આ બોલાચાલીના થોડા સમય બાદ મેહુલ સહિત તેના પરિવારના અન્ય સભ્યો હથિયારો સાથે દુકાને ધસી આવ્યા હતા. આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે અમિતભાઈ પર હુમલો કર્યો હતો. મોટા ભાઈને બચાવવા વચ્ચે પડેલા નાના ભાઈ દિપેશભાઈ પર પણ લોખંડના પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અમિતભાઈ અને દિપેશભાઈને તાત્કાલિક મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબી સારવાર દરમિયાન અમિતભાઈને માથામાં ૪ ટાંકા અને દિપેશભાઈને ૫ ટાંકા લેવા પડ્યા હતા.

આ બનાવ અંગે અમિતભાઈ હળવદિયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે સુરેશભાઈ ઘેલાભાઈ પાંચીયા, લખમણ સુરેશભાઈ પાંચીયા, મેહુલ સુરેશભાઈ પાંચીયા, હીરો મેહુલભાઈ પાંચીયા અને ભરતભાઈ સુરેશભાઈ પાંચીયા (તમામ રહે. હરિપર-કેરાળા) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો