MORBI:મોરબી રાજમાતા વિજયકુંવરબા સાહેબના નિધનથી શોકનો માહોલ: રાજપૂત સમાજ દ્વારા દશેરા રેલી અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ મોકૂફ

MORBI:મોરબી રાજમાતા વિજયકુંવરબા સાહેબના નિધનથી શોકનો માહોલ: રાજપૂત સમાજ દ્વારા દશેરા રેલી અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ મોકૂફ

મોરબી સ્ટેટના રાજમાતા વિજયકુંવરબા સાહેબનું દુઃખદ અવસાન થતાં સમગ્ર પંથક અને સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. રાજમાતાના દેહાવસાનના પગલે મોરબી રાજપૂત સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી તારીખ ૨૦/૧૦/૨૦૨૬ના રોજ વિજયાદશમી (દશેરા) નિમિત્તે મોરબી રાજપૂત સમાજ દ્વારા આયોજિત ભવ્ય દશેરા રેલી તેમજ પારંપરિક શસ્ત્ર પૂજન કાર્યક્રમ સંપૂર્ણપણે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજમાતા સાહેબના સદ્ગતના માનમાં સમાજ દ્વારા આ દિવસે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરી સંપૂર્ણ શોક પાળવામાં આવશે અને દિવંગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો