વાંસદાના વૈભવી ઇલેક્ટ્રોનિક્સની મદદની રીલ વાયરલ થતાં ત્રણ બાળકોના શિક્ષણને મળ્યો નવો આધાર

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદાના વૈભવી ઇલેક્ટ્રોનિક્સની પહેલ બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમની સંવેદનશીલ કામગીરી; કુકેરીના શાંતા બા વાત્સલ્યધામમાં ત્રણેય બાળકોને વિનામૂલ્યે પ્રવેશ

સોશિયલ મીડિયા પર કોઈની મદદ માટે કરવામાં આવેલી નાનકડી પહેલ પણ જરૂરિયાતમંદોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. વાંસદાના વૈભવી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બાળકોને મદદ કર્યાની રીલ વાયરલ થયા બાદ નવસારી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હતી. તેના પરિણામે પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલાં ત્રણ બાળકોના શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય માટે મહત્વપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા મારફતે આ બાળકોની પરિસ્થિતિની જાણ થતાં સમાજ સુરક્ષા અધિકારી તથા નવસારી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ત્રણેય બાળકો તેમના કાકા સાથે રહેતાં હતાં. બાળકોના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું, જ્યારે માતા પારિવારિક વિવાદને કારણે પોતાના પિયર તાડપાડા ગામે રહેતી હતી.

બાળકોની માતા સાથે મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી. માતાના જણાવ્યા અનુસાર, ત્રણેય બાળકો અગાઉ તેની સાથે રહેતાં હતાં, પરંતુ શાળા શરૂ થતાં તેમના કાકા તેમને ખાટાઆંબા ગામે લઈ આવ્યા હતા. બાળકોના હિત, સુરક્ષા અને શિક્ષણને ધ્યાનમાં રાખીને બાળ સુરક્ષા એકમ દ્વારા માતા સાથે ચર્ચા કરવામાં આવી હતી. માતા બાળકોને સુરતના ચિલ્ડ્રન હોમમાં મોકલવા સંમત ન હોવાથી, બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપીને ચીખલી તાલુકાના કુકેરી સ્થિત શાંતા બા વાત્સલ્યધામમાં ત્રણેય બાળકોને હોસ્ટેલમાં વિનામૂલ્યે પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાથી બાળકોને સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ મળવાની સાથે તેમનો અભ્યાસ ફરી શરૂ થઈ શક્યો છે.બાળકોના શિક્ષણ સાથે માતા સાથેનો સંબંધ પણ જળવાશે બાળકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની સાથે તેમની માતા સાથેનો લાગણીસભર સંબંધ જળવાઈ રહે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. માતા પોતાના ત્રણેય બાળકોને સરળતાથી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી બાળકોના શિક્ષણ અને સંભાળની સાથે પારિવારિક જોડાણ પણ જળવાઈ રહે.સંવેદનશીલ કામગીરીથી બાળકોને નવી આશા નવસારી જિલ્લા બાળ સુરક્ષા એકમની સમયસરની કામગીરીથી પારિવારિક મુશ્કેલીઓ વચ્ચે રહેલાં ત્રણ બાળકોને શિક્ષણ, સંભાળ અને સુરક્ષિત વાતાવરણનો આધાર મળ્યો છે. વૈભવી ઇલેક્ટ્રોનિક્સની મદદની રીલથી સામે આવેલી આ પરિસ્થિતિમાં તંત્રની સંવેદનશીલ કામગીરીએ બાળકોના ભવિષ્ય માટે નવી આશા જગાવી છે.આ સમગ્ર ઘટનાએ દર્શાવ્યું છે કે સોશિયલ મીડિયા મારફતે સામે આવતી જરૂરિયાતમંદોની પરિસ્થિતિ અંગે જવાબદારીપૂર્વક માહિતી પહોંચે અને સંબંધિત તંત્ર સમયસર પગલાં ભરે, તો બાળકોના શિક્ષણ તથા સર્વાંગી વિકાસ માટે સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો