કચ્છમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા બાળ સુરક્ષા એકમ દ્વારા સંસ્થાકીય સંભાળ હેઠળના બાળકોના ઉલ્લાસ અને ઉત્સાહવર્ધન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

ભુજ ખાતે બાળકો માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જાદુના શોનું આકર્ષક આયોજન: જનકલ્યાણ મેડિકલ ટ્રસ્ટ (માંડવી) દ્વારા ઉપયોગી કીટનું વિતરણ કરાયું

જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિમાં સંસ્થાકીય બાળકોના ચહેરા પર ખુશી લાવતો સ્નેહભર્યો કાર્યક્રમ સંપન

માંડવી,તા-૨૩ સપ્ટેમ્બર : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગાંધીનગર) હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, કચ્છના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય સંભાળ હેઠળ રહેતા બાળકોના માનસિક ઉલ્લાસ અને સર્વાંગી ઉત્સાહવર્ધન અર્થે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન ભુજ ખાતે આવેલ શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમજ S.O.S. ચિલ્ડ્રન વિલેજ ઇન્ડિયા સંચાલિત ગર્લ્સ અને બોયઝ હોમ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણમાં આનંદ અને ઉત્સાહ પથરાઈ ગયો હતો. તદુપરાંત, બાળકોના મનોરંજન સાથે પ્રોત્સાહન મળી રહે તે માટે આકર્ષક મેજિક શો (જાદુના શો) નું આયોજન કરાયું હતું. જેમાં જાદુગર ઇન્દ્રજીત દ્વારા રજૂ કરવામાં આવેલી અવનવી ટ્રિક્સ જોઈને બાળકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને હોલ બાળકોના કિલકિલાટ અને આનંદથી ગુંજી ઊઠ્યો હતો.કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિશેષ સ્વાદિષ્ટ ભોજનની સુંદર વ્યવસ્થા ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી શિતલભાઈ શાહ, ભાજપ શહેર પ્રમુખ શ્રી મીતભાઇ ઠકકર, શ્રી જયંતભાઇ ઠઠકર, શ્રીમતી માનસીબેન શાહ, શ્રી ધીરેનભાઇ લાલન, શ્રી જયદીપસિંહ જાડેજા વિગેરે પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રીમતી કમળાબેન વ્યાસ, મંત્રી શ્રીમતી દિપાલીબેન શુક્લ અને સુશ્રી ઈલાબેન સહિત સંસ્થાના ત્રણેય વિભાગના કર્મચારીઓ સુશ્રી ભક્તિબેન, સુશ્રી કોમલબેન અને સુશ્રી મીનાક્ષીબેન સહિતના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શ્રી જનકલ્યાણ મેડિકલ ટ્રસ્ટ, માંડવી દ્વારા સરાહનીય પ્રદાન આપવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવી તેમજ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ શાહ અને શ્રી મહેશભાઈ સોની દ્વારા બાળકોને રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે તેવી વિવિધ વસ્તુઓનું સ્નેહપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટનીઉમદા સેવાકીય પ્રવૃત્તિને ઉપસ્થિત સર્વે અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા મુક્તકંઠે બિરદાવવામાં આવી હતી.આ પ્રસંગે ડેપ્યુટી જિલ્લા ઇલેક્શન ઓફિસરશ્રી વિવેક બારહટ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દશરથ દેસાઈ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ ડોરિયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી હિતેન્દ્ર અમિધર તેમજ સંગઠનના તાલુકા પ્રમુખ શ્રી અશોકભાઇ બરાડીયા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળકો સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવી તેમની સુષુપ્ત પ્રતિભાને પ્રોત્સાહિત કરી હતી તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને S.O.S. સંસ્થાના શ્રી દિપાંકર બેનરજી તેમજ સંસ્થાના તમામ સહયોગી કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો