WAKANER:નમો સેવા ગાથા – અનકહી કહાની અંતર્ગત વાંકાનેરમાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા 

WAKANER:નમો સેવા ગાથા – અનકહી કહાની અંતર્ગત વાંકાનેરમાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા

માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં આયોજિત નાટકમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિ; આશરે ૪ હજાર નગરજનો જોડાયા

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સેવા કાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાઇ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વાંકાનેર શહેરના બે વિસ્તારમાં નમો સેવા ગાથા અનકહી કહાની અંતર્ગત નાટકના કાર્યક્રમો યોજાયા હતા.

સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ મોરબી મહાનગરપાલિકાના વોર્ડમાં ૨૧ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન વિવિધ જગ્યાઓ પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નાટકોના ભાગરૂપે તારીખ ૨૧ સપ્ટેમ્બર ના રોજ વાંકાનેરમાં શ્રી રામકૃષ્ણ પ્રાથમિક શાળા, નવાપર ખાતે તેમજ માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ, ટાઉનહોલ, વાંકાનેર ખાતે નાટકના કાર્યક્રમો યોજાયા હતા.

 

સેવા સમર્પણ અને જનકલ્યાણના સંદેશને લોકો સુધી સરળ અને અસરકારક રીતે પહોંચાડવા માટે માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આશરે ૪ હજાર નગરજનો કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને નાટક નિહાળ્યું હતું.

વાંકાનેર શહેરમાં યોજાયેલા બંને કાર્યક્રમમાં નગરજનો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Horoscope

Weather

વધુ વાંચો

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો