TANKARA:ટંકારા અમરાપર પ્રાથમિક શાળાની વિજ્ઞાન કૃતિ ‘ફિયરલેસ ફાયર ક્રેકર મશીન’ તાલુકા કક્ષા માટે પસંદગી પામી

ટંકારા કુમાર તાલુકા શાળા સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં પાંચ અલગ-અલગ વિભાગો હેઠળ વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાની નવીનતમ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

જે પૈકી વિભાગ-5 ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’માં વિવિધ શાળાઓ તરફથી કુલ ચાર મોડેલ રજૂ થયા હતા. જેમાં અમરાપર પ્રાથમિક શાળાના ધોરણ-8 ના વિદ્યાર્થીઓ બાદી અહેમદ નિજામુદિનભાઈ તથા શેરશિયા અયાન ઇરફાનભાઈ દ્વારા તૈયાર કરાયેલ ‘ફિયરલેસ ફાયર ક્રેકર મશીન’ કૃતિએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા કક્ષા માટે સ્થાન મેળવ્યું છે.
વિદ્યાર્થીઓને આ નવીન પ્રોજેક્ટ તૈયાર કરવામાં શાળાના શિક્ષક ફાલ્ગુન આઈ. કાલરીયાએ મહત્વપૂર્ણ અને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળ વૈજ્ઞાનિકોની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવા તેમજ સમગ્ર શાળા પરિવારે બંને વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને શુભેચ્છાઓ પાઠવી આગામી તાલુકા કક્ષાની સ્પર્ધા માટે પ્રોત્સાહિત કર્યા હતા.













