TANKARA:ટંકારાના વિરપર ગામે ફળિયાની દીવાલ અને જગ્યા બાબતે બે પાડોશી બાખડ્યા: સામસામે નોંધાઈ પોલીસ ફરિયાદ

TANKARA:ટંકારાના વિરપર ગામે ફળિયાની દીવાલ અને જગ્યા બાબતે બે પાડોશી બાખડ્યા: સામસામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ટંકારા તાલુકાના વિરપર ગામે જૂની ટાંકી વિસ્તારમાં રહેતા બે પાડોશી પરિવારો વચ્ચે ફળિયાની દીવાલ અને જગ્યા બાબતે ચાલતી જૂની અદાવત ફરી વકરી છે. બંને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ પક્ષની ફરિયાદ – વિરપર ગામે રહેતા ભાવનાબેન મહેશભાઈ ચાવડા (ઉં.વ. ૩૨)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘરના ફળિયાની દીવાલ બાબતે ચાલતા જૂના ઝઘડાનો ખાર રાખી સોનલબેન આંબાભાઈ ચાવડા અને શાંતાબેન આંબાભાઈ ચાવડાએ ગાળાગાળી કરી ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી હતી. જેમાં ભાવનાબેન નીચે પડી જતાં તેમને પગમાં મૂંઢ ઈજા થઈ હતી. આ વેળાએ મુકેશભાઈ આંબાભાઈ ચાવડાએ ઘર બહાર આવી “તમને બધાને પાડી દેવા છે અને જાનથી મારી નાખવા છે” તેવી ધમકી આપી હતી. આ મામલે પોલીસે સોનલબેન, શાંતાબેન અને મુકેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

સામા પક્ષની ફરિયાદ – સામા પક્ષે શાંતાબેન આંબાભાઈ ચાવડા (ઉં.વ. ૫૭)એ નોંધાવેલી વળતી ફરિયાદ અનુસાર, ઘર સામે રહેતા ભાવનાબેનના પતિના ઘરની દીવાલ બાબતે ચાલતી અદાવતમાં આરોપીઓ આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા. ત્યારબાદ ભાવનાબેને તેમની દીકરી સાથે ઝપાઝપી કરી હતી. તેમજ લક્ષ્મણભાઈ કારાભાઈ ચાવડાએ ગાળો આપી “જગ્યા ખાલી કરી દેજો, નહીંતર તમને બધાને ઉપાડી લેશું” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદના આધારે ભાવનાબેન મહેશભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ કારાભાઈ ચાવડા, દર્શનાબેન લક્ષ્મણભાઈ ચાવડા અને પ્રીતિબેન લક્ષ્મણભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો