તારીખ ૧૨/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં ગેરકાયદેસર ખનીજ અને વન સંપત્તિની હેરાફેરી કરતા તત્વો સામે મામલતદાર ટીમે લાલઆંખ કરી છે. કાલોલ મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર પાસ-પરમિટ વગર લાકડાં ભરેલા બે વાહનો તેમજ ઓવરલોડ રેતી ભરેલું એક વાહન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યાં પાસ-પરમિટ વગર લીમડાના લાકડાંની હેરાફેરી કરતા બે વાહનો ડિટેઈન
પ્રાપ્ત વિગતો અનુસાર, કાલોલ પાસે આવેલ આઉટપોસ્ટ નજીક મામલતદાર ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રથમ વાહન: પંચમહાલના લાલપરી/ઘોઘંબા વિસ્તારમાંથી ખાનગી સર્વે નંબર માંથી ગેરકાયદેસર રીતે લીમડાના તથા પંચરાઉ લાકડાં ભરીને ગોધરા જતું વાહન (નંબર: GJ 17 CE 9390) એરાલ પાસેથી રોકી પાસ-પરમિટ માંગતા ચાલક પાસે કોઈ આધાર-પુરાવા મળી આવ્યા ન હતા.
વાહન બીજું વાહન: તે જ રીતે અન્ય એક વાહન (નંબર: GJ 01 LQ 1585) પણ પરવાનગી વગર વરવાડા ગામેથી ખાનગી સર્વે નંબર માંથી ગેરકાયદેસર રીતે લીમડાના તેમજ પંચરાઉ લાકડાં ભરીને હાલોલ જઈ રહ્યું હતું. જે વરવાળા ગામે રોકી પરમીટ માગતા કોઈ પરમિટ મળી નથી આ બંને વાહનોના ચાલકો પાસે યોગ્ય પરમિટ ન હોવાથી કાલોલ મામલતદારે બંને વાહનોને મામલતદાર કચેરી, કાલોલ ખાતે મુકાવી કાયદેસરનો દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્રીજું વાહન મહેલોલ ચોકડી પાસેથી ઓવરલોડ રેતી ખેડા જીલ્લામાં વાત્રક નદીમાં થી (સાદી રેતી) ભરીને અંજલી કોર્પોરેશન ભારત સિલિકા ની બાજુમાં જતું વાહન (નંબર: GJ 07 TW 0660) પણ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ વાહનમાં નિયમ કરતાં 24.270ટન વધુ રેતી ભરેલી હોવાનું માલૂમ પડતાં, તેને સુરક્ષા અને કાર્યવાહીના ભાગરૂપે વેજલપુર ખાતે મુકાવવામાં આવ્યું છે. ત્યારે મામલતદાર દ્વારા આ ત્રણેય વાહનો સામે ખાણ-ખનીજ અને વન વિભાગના નિયમો અનુસાર દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહન માલિકો અને ચાલકો પાસેથી સરકારી નિયમ મુજબ દંડ ભરપાઈ કરાવ્યા બાદ જ વાહનો મુક્ત કરવામાં આવશે. મામલતદારની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર વહન કરતા ભૂમાફિયાઓ અને તત્વોમાં ભારે ફાળ પડી છે.










