મેઘરજના વાગમહુડી ગામે અજાણી વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના વાગમહુડી ગામે અજાણી વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર

મૃતકની ઉંમર આશરે 45થી 50 વર્ષ હોવાનો અંદાજ, ઓળખ અને વાલી-વારસોની શોધખોળ માટે પોલીસની તપાસ શરૂ

અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાગમહુડી ગામે એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મૃતકની ઉંમર આશરે 45થી 50 વર્ષ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ઘટનાની જાણ મેઘરજ પોલીસ સ્ટેશનને થતાં પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બીજી તરફ, મૃતક કોણ છે અને તેના વાલી-વારસો કોણ છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. અજાણી વ્યક્તિના મૃતદેહ અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો