ભિલોડા – અતિથી હોટલમાં રસોઈયાને લોખંડની પાઇપથી માર માર્યાની ફરિયાદ, પ્રેમસંબંધ હોવાની શંકા રાખીને કરાયો હુમલો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા – અતિથી હોટલમાં રસોઈયાને લોખંડની પાઇપથી માર માર્યાની ફરિયાદ, પ્રેમસંબંધ હોવાની શંકા રાખીને કરાયો હુમલો

અરવલ્લી: ભિલોડામાં ધોલવાણી ત્રણ રસ્તા નજીક આવેલી અતિથી હોટલ ખાતે રસોઈયાને લોખંડની પાઇપથી માર મારી ઇજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકા રાખીને કિશનગઢના એક શખ્સે અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સાથે મળી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કણાદર ગામના રહેવાસી કિશોરભાઈ સુરેશભાઈ ભગોરા ભિલોડા ખાતે આવેલ અતિથી હોટલમાં રસોઈયાનું કામ કરે છે. ગત તા. 24 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે કિશનગઢના કુલદીપભાઈ ભાનુભાઈ બોડત અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે હોટલ ખાતે આવ્યા હતા.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અગાઉ કુલદીપભાઈને તેમની પત્ની અમિષાબેન સાથે કિશોરભાઈના પ્રેમસંબંધ હોવાની શંકા હતી. આ બાબતે અગાઉ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને સમાધાન પણ થયું હતું. તેમ છતાં, જૂની અદાવત રાખીને કુલદીપભાઈએ કિશોરભાઈને રોડ પર બોલાવ્યા હતા.રોડ પર બંને વચ્ચે બોલાચાલી થતાં કુલદીપભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ તેમની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કિશોરભાઈ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. દરમિયાન કુલદીપભાઈએ લોખંડની પાઇપ વડે કિશોરભાઈના માથા અને ડાબા પગના નળાના ભાગે માર માર્યો હતો. આ ઘટનામાં તેમના ડાબા ઘૂંટણના ભાગે પણ ઇજા થઈ હતી.

ફરિયાદ મુજબ, હુમલાખોરોએ જતા સમયે કિશોરભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મારામારી દરમિયાન તેમનો એક આઇફોન અને એક રેડમી મોબાઇલ ફોન ગુમ થયાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.ઘટના બાદ ઇજાગ્રસ્ત કિશોરભાઈને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલે કુલદીપભાઈ ભાનુભાઈ બોડત અને તેમની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો