રાજ્યની ૧૭ હજાર થી વધુ સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી 

રાજ્યની ૧૭ હજાર થી વધુ સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી 

 

એફઆરસી સરળીકરણ અને આરટીઇ મુદ્દે મહામંડળ ની સરકારને રજૂઆત

 

ગુજરાત રાજ્યની ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના પડતર પ્રશ્નો અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકાર સમક્ષ આવેદનપત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ૬૦ ટકા કરતાં વધુ ફાળો આપતી આ ખાનગી શાળાઓમાં આશરે ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૭ લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ ફરજ બજાવે છે. મહામંડળે ચેતવણી આપી છે કે જો તેમની મુખ્ય ચાર માંગણીઓનું સત્વરે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા તેમજ શૈક્ષણિક કાર્ય અટકાવવાની ફરજ પડશે. મહામંડળની ચાર માંગણીઓ એવી છે કે (૧) એફઆરસી મુદ્દે સરળિકરણ : દર ત્રણ વર્ષે ઓડિટ રિપોર્ટના આધારે ફી નક્કી કરવામાં આવે છે. જે શાળાઓ મંજૂર ફીમાં વાર્ષિક ૧૦ ટકા કે તેથી ઓછો વધારો માંગતી હોય, તેમને દરખાસ્ત કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવામાં આવે, જેથી ૯૦% શાળાઓને રાહત મળે (૨) આરટીઆઇ હેઠળ ફી ચુકવણી: હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ જે-તે શાળાની FRC મંજૂર ફી અથવા સરકારી શાળાના વિદ્યાર્થીદીઠ ખર્ચ જેટલી રકમ નિયમિત ચૂકવવામાં આવે. (૩) શાળાઓની સ્વાયતતા માં હસ્તક્ષે બંધ કરવો : તાજેતરના શિક્ષણ સુધારા વિધેયકમાં ખાનગી શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા માટે મંજૂરી લેવાની જોગવાઈ સામે વિરોધ નોંધાવી, ગ્રાન્ટ ન લેતી શાળાઓને પોતાના સ્ટાફ અંગે સંપૂર્ણ સ્વાયત્તતા આપવા માંગ કરી છે. (૪) ગવર્નન્સ ડિસ્ટર્બન્સ માંથી મુક્તિ : વારંવાર માહિતી માંગવાને બદલે એક ‘કોમન પોર્ટલ’ બનાવવામાં આવે અને સરકારી, ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર શાળાઓ માટેના પરિપત્રો અલગ કરવામાં આવે. મહામંડળે જણાવ્યું છે કે વારંવારની રજૂઆતો છતાં અમલવારી ન થતી હોવાથી હવે ત્વરિત ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.

ઈરફાન ખત્રી – રાજપારડી

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો