જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ’ બતાવાયું

11 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરના સંસ્કૃત વિભાગ દ્વારા તા.11/9/2026 સવારે 9:00 થી 10.30 કલાક દરમિયાન’ પ્રહલાદન સંસ્કૃત સાહિત્ય વર્તુળ અંતર્ગત સંસ્કૃત વિષયના બી.એ સેમ.1 ના વિદ્યાર્થીઓને સ્વપ્નવાસવદત્તમ’ નાટક ICT માધ્યમથી બતાવવાનું આયોજન (રૂમ નંબર-8 માં) પ્રિ.. ડૉ.સુરેશભાઈ પટેલના સહકારથી ડો. સુરેખાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્કૃત વિભાગ અધ્યક્ષ ડો.રાધાબેન તેમજ ડૉ.જાનકી બેન ઉપસ્થિત રહ્યા હતા. જેનો લાભ બી.એ સેમ-1,3 ,5 ના 64 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. જેમાં અમારા ઉત્સાહી પ્રિ.ડૉ.સુરેશભાઈએ
પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ટેકનિકલ સહકાર સેવક શ્રી અશ્વિનભાઈ અને દિનેશભાઈનો મળ્યો હતો.
બી.એ.સેમ-1 માં મુખ્ય વિષયમા પેપર નંબર MAJOR -101 A માં મહાકવિ ભાસનું સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ’ અભ્યાસક્રમમાં ચાલે છે. વિદ્યાર્થીઓ આ સંસ્કૃત નાટક વધુ સરળતાથી સમજી શકે અને ભણવામાં તેઓને વધુ રસ પડે તેવા શુભ આશયથી આ નાટક પ્રતિવર્ષ સંસ્કૃત વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો