વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ,તા-૨૪ સપ્ટેમ્બર : રાજ્સરકાર દ્વારા તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાઈ રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા સૂચિત “માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાન” હેઠળ કચ્છ જિલ્લામાં વિવિધ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગ સલામતી, ફર્સ્ટ રિસ્પોન્ડર અને ફર્સ્ટ એઇડ અંગે જાગૃતિ તથા તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત ભુજ, ભચાઉ, મુન્દ્રા, માંડવી, અબડાસા, નખત્રાણા, લખપત, અંજાર, રાપર, ગાંધીધામ તથા કુકમા સહિતના વિસ્તારોમાં RBSK ટીમો, તાલુકા આરોગ્ય કચેરી, આયુષ્માન આરોગ્ય મંદિરના CHO, MPHW, Adolescent Counsellor તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતની પરિસ્થિતિમાં તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ આપવા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નખત્રાણા તાલુકામાં કે.વી. હાઈસ્કૂલ, નખત્રાણા, ITI કોલેજ તથા ટી.ડી. વેલાણી હાઈસ્કૂલ ખાતે ફર્સ્ટ રિસ્પોન્ડર અને ફર્સ્ટ એઇડ તાલીમ યોજાઈ હતી. તાલીમ દરમિયાન અકસ્માત સ્થળે સૌપ્રથમ પોતાની તથા આસપાસના લોકોની સલામતી સુનિશ્ચિત કરવી, ઇજાગ્રસ્ત વ્યક્તિની સ્થિતિનું પ્રાથમિક મૂલ્યાંકન કરવું, 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવો તથા તબીબી ટીમ પહોંચે ત્યાં સુધી જરૂરી પ્રાથમિક સહાય આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રક્તસ્રાવ, બેભાન થવું અને ફ્રેક્ચર જેવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તે અંગે પણ સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને CPR અંગે પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.
ભચાઉ તાલુકામાં RBSK ટીમ દ્વારા ગુરુકુલ માધ્યમિક શાળા, HDD કન્યા વિદ્યાલય, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તથા પી.બી. ચાડવા સ્કૂલ ખાતે ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમ યોજાઈ હતી. વિદ્યાર્થીઓને અકસ્માત સમયે તાત્કાલિક પ્રતિસાદ, પ્રાથમિક સારવાર તથા ઇજાગ્રસ્ત વ્યક્તિને યોગ્ય રીતે મદદરૂપ થવા અંગે વ્યવહારુ સમજ આપવામાં આવી હતી.મુન્દ્રા તાલુકામાં ભુજપુરની AJS હાઈસ્કૂલ તથા મુન્દ્રા ITI ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અને ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમ યોજાઈ હતી. જેમાં માર્ગ અકસ્માત, ફર્સ્ટ એઇડ, દાઝવાની સ્થિતિ તથા સાપ કરડવાની પરિસ્થિતિમાં જરૂરી પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય રીતે મદદરૂપ થવા અંગે સમજ આપવામાં આવી હતી.
માંડવી તાલુકામાં તલવાણા હાઈસ્કૂલ તથા સંસ્કારધામ ગુરુકુળ ખાતે RBSK ટીમ દ્વારા “ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગ” યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માત સમયે જરૂરી પ્રાથમિક સહાય, ઇમરજન્સી પ્રતિસાદ, અકસ્માત સમયે રાખવાની તકેદારી તથા માર્ગ સલામતીના નિયમો અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અબડાસા તાલુકામાં RBSK ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં માર્ગ સુરક્ષા જાગૃતિ અંતર્ગત ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમ યોજાઈ હતી. વિદ્યાર્થીઓને અકસ્માત સમયે ગભરાયા વિના સલામત રીતે યોગ્ય પ્રતિસાદ આપવા તથા ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર તબીબી સહાય મળી રહે તે માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લખપત તાલુકામાં ફુલરા પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે RBSK ટીમ દ્વારા “ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગ” યોજાઈ હતી. ઉપરાંત આયુષ્માન આરોગ્ય મંદિર, ફુલરા ખાતે 108 ઇમરજન્સી સેવાનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. વિદ્યાર્થીઓને 108 સેવાનો યોગ્ય ઉપયોગ, ઇમરજન્સી સેવાઓ તથા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ વિવિધ તબીબી સાધનો અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી.અંજાર તાલુકામાં RBSK ટીમ દ્વારા વિવિધ સ્થળોએ માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમ યોજાઈ હતી. વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માત સમયે જરૂરી પ્રાથમિક સહાય, ઇમરજન્સી પ્રતિસાદ તથા માર્ગ સલામતીના નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.રાપર તાલુકામાં પણ RBSK ટીમ દ્વારા માર્ગ સુરક્ષા જાગૃતિ અને ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને અકસ્માતની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ, પ્રાથમિક સારવાર તથા સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંગાંધીધામમાં માર્ગ સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં RBSK ટીમ, તાલુકા આરોગ્ય કચેરી, CHO તથા Adolescent Counsellorના સહયોગથી વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગ સુરક્ષા જાગૃતિ તથા ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમ યોજાઈ હતી.આ અંતર્ગત ITI ગાંધીધામ, રાજાભાઈ કોમર્સ કોલેજ, જૂની સુંદરપુરી હાઈસ્કૂલ, એમ.પી. પટેલ કન્યા શાળા, આદિપુર સરકારી શાળા તથા માતૃછાયા હાઈસ્કૂલ, આદિપુર ખાતે વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માત સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન રક્તસ્રાવ, બેભાન થવું, ફ્રેક્ચર, દાઝવાની સ્થિતિ તથા સાપ કરડવાની પરિસ્થિતિમાં જરૂરી પ્રાથમિક સારવાર અંગે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને CPR અંગે પ્રાથમિક તાલીમ તથા વ્યવહારુ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમોમાં ડૉ. પારુલ દયાતર, ડૉ. કાજલ, ડૉ. રોહિત પીઠિયા, ડૉ. ચાંદની, અલ્પાબેન મારવાડા (Adolescent Counsellor) તથા CHO પ્રિયંકાબા સહિતના આરોગ્યકર્મીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કુકમા ખાતે કે.જી. રાઠોડ હાઈસ્કૂલમાં કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત લોકોને ફર્સ્ટ રિસ્પોન્ડર તાલીમ આપવામાં આવી હતી. અકસ્માત સ્થળે પરિસ્થિતિનું મૂલ્યાંકન, જરૂરી પ્રાથમિક સહાય, ઇજાગ્રસ્ત વ્યક્તિને બિનજરૂરી રીતે ન ખસેડવી તથા ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવા અંગે સમજ આપવામાં આવી હતી.સમગ્ર અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓને હેલ્મેટનો યોગ્ય ઉપયોગ, સીટ બેલ્ટ પહેરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઓવર સ્પીડથી બચવું, ટ્રાફિક નિયમોનું પાલન કરવું તેમજ રાહદારીઓ અને અન્ય વાહનચાલકોની સલામતીનું ધ્યાન રાખવું જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.તાલીમ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકેની મૂળભૂત સમજ વિકસાવવી, માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવી તથા અકસ્માતની પરિસ્થિતિમાં જવાબદારીપૂર્વક અને સમયસર મદદરૂપ થવાની ભાવના કેળવવાનો છે.વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન, તાલીમ તથા પ્રશ્નોત્તરીના માધ્યમથી વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી, ફર્સ્ટ એઇડ, CPR અને ઇમરજન્સી પ્રતિસાદ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત કચ્છ જિલ્લામાં યોજાઈ રહેલા આ કાર્યક્રમો દ્વારા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ વધારવા તેમજ અકસ્માતની પરિસ્થિતિમાં સમયસર અને યોગ્ય પ્રતિસાદ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સહાય મળી રહે તે માટે સમાજમાં જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.











