MORBI:મોરબી કોમર્શિયલ એકમો અને ધાર્મિક સ્થળોએ ભીનો-સૂકો કચરો અલગ રાખવો ફરજિયાત, નિયમભંગ બદલ થશે દંડ

MORBI:મોરબી કોમર્શિયલ એકમો અને ધાર્મિક સ્થળોએ ભીનો-સૂકો કચરો અલગ રાખવો ફરજિયાત, નિયમભંગ બદલ થશે દંડ

મોરબી:શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ઘન કચરાનો યોગ્ય નિકાલ થાય તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ’ અંતર્ગત શહેરના તમામ કોમર્શિયલ એકમો, દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ, સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળોએ ભીના અને સૂકા કચરા માટે અલગ-અલગ ડસ્ટબિન રાખવી ફરજિયાત કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની સત્તાવાર યાદી મુજબ, તમામ વેપારીઓ અને ધાર્મિક સ્થળોના સંચાલકોએ કચરાના સ્ત્રોત પર જ તેનું વર્ગીકરણ (Segregation) કરવું પડશે. કચરો એકત્રિત કરવા આવતી મનપાની ટીમને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ સોંપવાનો રહેશે.

નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી – જો કોઈ એકમ કે સંસ્થા દ્વારા:અલગ ડસ્ટબિન રાખવામાં નહીં આવે, કચરાનું યોગ્ય વિભાજન કરવામાં નહીં આવે,અથવા જાહેર રસ્તાઓ પર કચરો ફેંકવામાં આવશે,તો મનપાના બાયલોઝ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો હેઠળ નોટિસ ફટકારી દંડ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. મનપા તંત્રએ તમામ વેપારીઓ અને નાગરિકોને નિયમોનું ચુસ્ત પાલન કરી શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરી છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો