તા. ૨૮૦૯૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કલેક્ટર ખાતે ચૂંટણી પંચ વિરુદ્ધ જિલ્લા કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, પીએમ મોદી અને ગૃહમંત્રીના પૂતળાં ફૂંકાયા
દાહોદ:ચૂંટણી પંચની કામગીરી અને કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે યોજાયેલા આ પ્રદર્શનને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. ઉગ્ર આક્રોશ વચ્ચે કાર્યકરોએ રસ્તા પર ઉતરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કર્યું હતું.મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને જેલની માંગ કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ગંભીર ગેરરીતિઓના આક્ષેપ લગાવ્યા છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરીને તેમને જેલમાં ધકેલવામાં આવે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે લોકશાહીના રક્ષક ગણાતા ચૂંટણી પંચનું વલણ સદંતર પક્ષપાતી રહ્યું છે, જે ચલાવી લેવાય નહીં.એસ.આઈ.આર. અને મતદાર યાદીમાં ગેરરીતિનો મુદ્દોકોંગ્રેસના જણાવ્યા અનુસાર, એસ.આઈ.આર. (SIR) અને મતદાર યાદીઓમાં મોટા પાયે કથિત ગેરરીતિઓ આચરવામાં આવી છે. સત્તાધારી પક્ષને ફાયદો કરાવવા માટે મતદાર યાદીઓ સાથે ચેડાં થતા હોવાના આક્ષેપ સાથે કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.કલેક્ટરને આપ્યું આવેદનપત્રઆ ઉગ્ર વિરોધ પ્રદર્શનના અંતે જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.








