WAKANER વાંકાનેર દીઘલિયા પ્રાથમિક શાળાનાં શિક્ષકને મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા.

તા. ૦૫/૦૯/૨૦૨૬, શનિવારનાં રોજ શિક્ષકદિન નિમિત્તે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી સાધના વિદ્યાલય-લક્ષ્મીનગર, આર્યવર્ત શૈક્ષણિક સંકૂલ કેમ્પસ, મોરબી ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી કાંતિલાલ અમૃતિયા (રાજ્યમંત્રી- શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગ, ગુજરાત સરકાર) અને શ્રી સ્વપ્નિલ ખરે (મોરબી જિલ્લા કલેક્ટર)નાં વરદ્ હસ્તે વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ મણિલાલ કાલરિયાને પ્રાથમિક વિભાગમાં મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬ એનાયત કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરીને શ્રી નરેન્દ્રભાઈ મણિલાલ કાલરિયાએ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળા અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત થવા બદલ શ્રી નરેન્દ્રભાઈ મણિલાલ કાલરિયાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કિશોરભાઈ રાઠોડ, બી.આર.સી.કૉ.ઑ. શ્રી ઈરફાનભાઈ શેરસીયા, બીટ કેળવણી નિરીક્ષક શ્રી યુવરાજસિંહ વાળા, સી.આર.સી.કૉ.ઑ શ્રી જગદીશભાઈ સબાડ અને વાંકાનેર તાલુકાના શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી.





