વડોદરા, તા. 06 સપ્ટેમ્બર 2026:
શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને સેવાભાવથી કાર્યરત શિક્ષકોના સન્માન માટે Lions Clubs International, District 3232F1 દ્વારા ‘Service First – Teacher’s Felicitation’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કણજીકુઈ પ્રાથમિક શાળા, રાલેજ, તા. ખંભાત, જી. આણંદના શિક્ષક શ્રી અશોકભાઈ રાવજીભાઈ પટેલનું શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં District Governor Lion Ashok Jain, Program Director Lion Shilpi Sengupta, Chief Advisor Lion Parimal Patel (PMCC), Event Convener Lion Shashikant Parikh (PMJVC) સહિત લાયન્સ ક્લબના પદાધિકારીઓ તથા વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અશોકભાઈ પટેલ દ્વારા શિક્ષણની સાથે પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, કન્યા કેળવણી, સામાજિક જાગૃતિ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત કરવામાં આવતી કામગીરીને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન બદલ કણજીકુઈ પ્રાથમિક શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા લાયન્સ ક્લબ ગલ્ફ ઓફ કેમ્બે દ્વારા અશોકભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમના આ સન્માનથી શાળા અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધ્યું છે.






