*રીપોર્ટ આસીફ લુણાવાડા*
બાકોર પો.સ્ટે. વિસ્તારમાં રૂ ૦૨,૭૨,૩૫૦/- નો વિદેશી દારૂ બોટલ નંગ-૮૩૮ તથા કુલ. રૂ. ૧૯,૯૧,૩૪૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિ વોચ તપાસમાં રહેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો બાકોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે આ.હે.કો મહીપાલસિંહ ઉમેદસિંહ નાઓને બાતમી મળેલ કે સફેદ કલરની મહીંદ્રા TUV ગાડીમાં ચોર ખાના બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી નીકળેલ છે જે દારૂ ભરેલી કારની આગળ એક ગ્રે કલરની મારૂતી સુઝુકી XL6 કારમાં બે ઇસમો પાયલોટીંગ કરે છે. અને આ દારૂ ભરેલ કાર બાબલીયા તરફથી લુણાવાડા તરફ હાઇવે રોડ ઉપર જનાર જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો ખુટેલાવ ગામ ત્રણ રસ્તા પાસે મોડાસા-ગોધરા હાઇવે ઉપર સદર ગાડીઓની વોચમાં રહેલ દરમ્યાન બાતમી મુજબની મારૂતી સુઝીકી કંપનીની XL6 કાર તથા તેની પાછળ સફેદ કલરની મહીન્દ્રા TUV કાર આવતા ખાનગી વાહનોથી રોડ ઉપર આડાસ કરી બન્ને વાહનોને રોકી લઇ ત્રણ ઇસમોને ઝડપી લીધેલ બાદમાં બન્ને ગાડીઓને પંચો રૂબરુ ચેક કરતા મહીદ્રા TUV ગાડીમાં પાછળ નીચેના ભાગે ચોરખાના બનાવી તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો હોવાનુ જણાવી આવતા ગાડીને પોલીસ જાપ્તા સાથે એલ.સી.બી. ઓફીસ લાવી વધુ ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટીકના ટેટ્રા પેક કુલ નંગ-૮૩૮ કિંમત રૂપીયા.૨,૭૨,૩૫૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૯,૯૧,૩૪૦/-નો મળી આવેલ જે અંગે બાકોર પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.









