MORBI:મોરબીમાં જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કન્યા પૂજન અને દુર્ગા ઉત્સવનું આયોજન

MORBI:મોરબીમાં જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કન્યા પૂજન અને દુર્ગા ઉત્સવનું આયોજન

મોરબી:શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ (રેલ્વે સ્ટેશન રોડ, મોરબી) દ્વારા નવરાત્રિ/દુર્ગા ઉત્સવ નિમિત્તે ભવ્ય કન્યા પૂજન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ૧૧ નાની દીકરીઓનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ દીકરીઓ માટે રાસ-ગરબા તથા રમતો, કન્યાઓ માટે ભોજન-પ્રસાદ અને વિશેષ ભેટ/લાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૭:૦૦ કલાકે ભવ્ય મહા આરતી યોજાશે.

તારીખ: ૨૫ ઓક્ટોબર ૨૦૨૬, રવિવાર – સમય: સાંજે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધીવિશેષ મહા આરતી: સાંજે ૭:૦૦ કલાકે સ્થળ: શ્રી જડેશ્વર મહાદેવ મંદિર પરિસર, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી

૧. દીકરીઓનું શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન – ૨. દીકરીઓ માટે આનંદ-ઉલ્લાસ સાથે રમત-ગમત / રાસ – ૩ કન્યાઓ માટે સ્વાદિષ્ટ પ્રસાદ-ભોજન – ૪. એકસરખી વિશેષ લાણી (ગિફ્ટ) અર્પણ – ૫. સાંજે ૭:૦૦ કલાકે ભવ્ય મહા આરતી

આ ધાર્મિક ઉત્સવમાં આપના પરિવાર અને મિત્ર મંડળ સાથે પધારી દર્શન તથા પૂજનનો લાભ લેવા શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(નોંધ: વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે પધારનારા ભક્તો/પરિવારોએ અગાઉથી જાણ કરવા વિનંતી છે.)

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો