MORBI મોરબીમાં  પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા મહારાસોત્સવ–2026નું ભવ્ય આયોજન

MORBI મોરબીમાં  પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા મહારાસોત્સવ–2026નું ભવ્ય આયોજન: સમગ્ર બ્રહ્મ સમાજને સહપરિવાર પધારવા નિમંત્રણ

મોરબી:શરદ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે મોરબીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા સમગ્ર બ્રહ્મ સમાજ માટે ‘શરદપૂર્ણિમા મહારાસોત્સવ–2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી તારીખ 25 ઓક્ટોબર, રવિવારના રોજ રાત્રે 8:00 કલાકે મોરબી ખાતે ઉમા ટાઉનશીપ સામે, ભારતી વિદ્યાલય પાસે આવેલા ‘માં નવરાત્રિ ગ્રાઉન્ડ’માં યોજાશે.

શરદોત્સવ નિમિત્તે આયોજિત આ મહારાસોત્સવમાં આદ્યશક્તિ જગદંબાની વિશેષ આરાધના સાથે ભૂદેવો પરિવારજનો સંગાથે પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આ પાવન અવસરે મોરબી તેમજ આસપાસના વિસ્તારના સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ-બહેનોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમને સર્વાંગ સુંદર અને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ કૌશલભાઈ મહેતા, મહામંત્રી ધર્મેશભાઈ રાવલ તથા વિશ્વાસભાઈ જોષી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો