દિયોદર લીલાધર ગામના કોન્ટ્રાકટર નો આપઘાત પાછળ ઘૂંટાતું રહસ્ય? જવાબદાર કોણ 

પાંચ દિવસ પહેલા માનપુરા (ધુ) નર્મદા કેનાલ માંથી મળી હતી લાશ

 

દિયોદર લીલાધર ગામના કોન્ટ્રાકટર નો આપઘાત પાછળ ઘૂંટાતું રહસ્ય? જવાબદાર કોણ

પ્રતિનિધિ :- દિયોદર ફોટો .અહેવાલ કલ્પેશ બારોટ

 

*પોલીસે એડી મુજબ ગુન્હો દાખલ કર્યો સાથી મિત્રની પૂછ પરછ સાચું રહસ્ય ખુલશે?

 

*પોલીસે પરિવાર ના નિવેદન પર તપાસ શરૂ કરી તટસ્ય તપાસની માંગ

 

કોન્ટ્રાકટર ના મોત નું કારણ જાણવા પોલીસ તપાસ ધમધમાટ : બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

 

દિયોદર તાલુકાના લીલાધર ગામમાં એક પ્રાઇવેટ કોન્ટ્રાકટર નો માનપુરા (ધુ) નર્મદા કેનાલમાં મોત ની છલાંગ ને લઈ રહસ્ય ઘેરાયું છે પોલીસે પરિવાર ની ફરિયાદ લઈ એડી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે જેમાં મોત પાછળ સત્ય કારણ શું? કોન્ટ્રાકટર ને કેમ આત્મ હત્યા કરવી પડી ? શું આની પાછળ કોઈ મુખ્ય કારણ જવાબદાર છે તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે પરિવારે પણ તટસ્ય તપાસની માગ કરી છે

 

દિયોદર તાલુકાના લીલાધર ગામના કોન્ટ્રાકટર મુકેશ બારોટ તેમના સાથી મિત્ર જયંતીભાઈ સાથે બાઇક પર નોખા ગામે જવા નીકળ્યા હતા જેમાં તારીખ ૮/૯/૨૦૨૬ ના રોજ રાત્રે મુકેશ બારોટે કોઈ અગમ્ય કારણસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાના સમાચાર વાયુવેગ થતા ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં કેનાલ બહાર થી સાથી મિત્ર બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેમાં મુકેશ બારોટ ની બીજા દિવસે કેનાલ માંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી પોલીસે લાશ ને પી એમ અર્થ ખસેડી પરિવારની ફરિયાદ લઈ એડી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે પરતું કોન્ટ્રાક્ટરે આત્મ હત્યા શા માટે કરી? તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે , આત્મ હત્યા કરવા પાછળ કોણ જવાબદાર છે? પોલીસ હાલ સાથી મિત્ર ની સઘન પૂછ પરછ કરી રહી હોવાની માહિતી મળી છે જો કે હજુ સુધી પોલીસ ને કોઈ મહત્વ ની કડી મળી નથી એક બાજુ પરિવારે પણ કોન્ટ્રાકટર ની આત્મ હત્યા પાછળ કોઈ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી છે પોલીસ વિભાગ દ્વારા તટસ્ય તપાસ કરી કેસ ઉકેલવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે

 

* કોન્ટ્રાકટર ની આત્મ હત્યા પાછળ મુખ્ય કારણ શું ? કોણ જવાબદાર છે

 

પાંચ દિવસ અગાઉ લીલાધર ગામના કોન્ટ્રાકટર પ્રાઇવેટ કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો જો કે તારીખ ૮/૯/૨૦૨૬ ના રોજ ઘરે થી બાઇક લઈ નીકળ્યો હતો જેમાં તેમની સાથે સાથી મિત્ર જયંતીભાઈ પણ હતા જો કે મુકેશ બારોટ કેનાલમાં ઝંપલાવ્યું ત્યારે ૧૦૮ માં સાથી મિત્ર ને સારવાર અર્થ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા એવું તો શું બન્યું કે મુકેશ બારોટ ને કેનાલમાં ઝંપલાવ્યું ? પોલીસ સધન તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે

 

*મૃતક કોન્ટ્રાકટર ના પરિવારે તટસ્ય તપાસ કરવાની માંગ કરી

 

મૃતક કોન્ટ્રાકટર ના પરિવારમાં બે દીકરી તથા એક દીકરો છે જેમાં પિતા ની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારે પણ પોલીસ પાસે તટસ્ય તપાસની માંગ કરી છે પોલીસ પણ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે પી એમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો