વિશ્વ ખાદ્ય દિવસ વિશેષ: પોષણક્ષમ આહારથી વલસાડ જિલ્લો કુપોષણ મુક્તિની દિશામાં અગ્રેસર

lચંદ્રવદન બી મકવાણા  કિલ્લા પારડી

દર વર્ષે ૧૬ ઓક્ટોબરે ઉજવાતા વિશ્વ ખાદ્ય દિવસે બાળકોના તંદુરસ્ત ભવિષ્ય અને માતાઓના સ્વાસ્થ્ય માટે પોષણક્ષમઆહારનું મહત્વ ઉજાગર થાય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે જન્મથી જ યોગ્ય પોષણ મળે તે અત્યંત જરૂરી છે. આદિશામાં વલસાડ જિલ્લા આઇસીડીએસ (ICDS) વિભાગ દ્વારા ધરમપુર, કપરાડા અને ઉમરગામ સહિતના વિસ્તારોમાંસગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા વિવિધ યોજનાઓનામાધ્યમથી મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રયાસોના પરિણામે સપ્ટેમ્બર માસ દરમિયાન અતિ ગંભીરકુપોષિત, ઓછું વજન ધરાવતા અને ઠીંગણાપણું ધરાવતા બાળકોના પોષણના સૂચકાંકોમાં વલસાડ જિલ્લાએ સમગ્રરાજ્યમાં ગ્રીન કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

વલસાડ જિલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગામ ઓફિસર ક્રિષ્નાકુમારી પટેલ જણાવે છે કે, વલસાડ જિલ્લામાં કુલ૧૯૧૬ આંગણવાડીઓ કાર્યરત છે. આ આંગણવાડીઓના માધ્યમથી ૭૪૭૪ સગર્ભા મહિલાઓ, ૫૪૭૨ ધાત્રી માતાઓ, ૨૩,૦૦૭ કિશોરીઓ અને ૦થી ૬ વર્ષ સુધીનાં ૧,૧૬,૭૮૫ બાળકોના પોષણ અને આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવેછે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય પોષણ મળી રહે તથા સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણજરૂરિયાતો સંતોષાય તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

અતિ ગંભીર કુપોષણ ધરાવતા બાળકોને યોગ્ય પોષણ અને સમયસર સારવાર મળી રહે તે માટે પોષણ સંગમ યોજનાહેઠળ સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન કરવામાં આવે છે. આ અંતર્ગત ભૂખ પરીક્ષણ, તબીબી પરીક્ષણ, સ્ક્રીનિંગસહિતનાં ૧૦ પગલાં દ્વારા બાળકોની સ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી અનુસરણ કરવામાં આવે છે. આ ઉપરાંત પોષણસંબંધિત માર્ગદર્શન અને સહાય માટે ૧૫૧૫ નંબરની પોષણ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

દૂધ સંજીવની યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ ૨૦૦ મિલી તથા છ મહિનાથી છ વર્ષસુધીનાં બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ પ્રતિદિન ૧૦૦ મિલી વિટામિન ‘એ’ અને ‘ડી’થી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધઆપવાની જોગવાઈ છે. આ યોજનાનો હેતુ માતાઓ અને બાળકોને વધારાનું પોષણ પૂરું પાડવાનો છે.

પોષણ સુધા યોજના પણ માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થ શિશુનાવિકાસ અને પ્રસૂતિ બાદ બાળકને સ્તનપાન કરાવતી માતાની પોષણ જરૂરિયાતો સંતોષવા માટે આ યોજના હેઠળ સગર્ભાઅને ધાત્રી માતાઓને દરરોજ બપોરે એક સમયનું પોષણયુક્ત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. ખાસ કરીને બાળકનાજન્મ બાદ પ્રથમ છ મહિના સુધી માતાને પૂરતું પોષણ મળે તે બાબત પર ધ્યાન આપવામાં આવે છે.

ટેક હોમ રાશન યોજના હેઠળ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને તેમની પોષણ જરૂરિયાતોઅનુસાર કેલરી, પ્રોટીન અને અન્ય જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિનાં પેકેટઆપવામાં આવે છે. આ પોષણ પૂરક આહાર શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પ્રથમ વખત સગર્ભા બનેલી મહિલા અને પ્રથમ બાળકના જન્મથી બે વર્ષ સુધીનીમાતાને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર સીંગતેલ આપવામાં આવે છે. આ સહાય માતાઅને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાના હેતુથી આપવામાં આવે છે.

આઈસીડીએસના પ્રોગામ ઓફિસર વધુમાં જણાવે છે કે, આંગણવાડીઓમાં બાળકોને દરરોજ આપવામાં આવતાભોજનમાં સુપરફૂડ તરીકે સરગવાનાં પાનનો સમાવેશ કરવામાં આવે છે. બાળક દીઠ ૧૦ ગ્રામ સરગવાનાં પાન ઉમેરવાથીભોજનનું પોષણમૂલ્ય વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આમ, આંગણવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતો પોષણક્ષમ આહાર, માતાઓ માટેની વિવિધ યોજનાઓ, કુપોષિતબાળકોની ઓળખ અને તેમની નિયમિત દેખરેખ જેવા સંકલિત પ્રયાસો વલસાડ જિલ્લામાં પોષણ સુધારણાને વેગ આપીરહ્યા છે. બાળકોને જીવનના શરૂઆતના વર્ષોમાં પૂરતું અને સંતુલિત પોષણ મળે તે માટે કરવામાં આવતા આ પ્રયાસોતંદુરસ્ત પેઢીના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો