MORBI:મોરબી જિલ્લાના જમીનધારકો કે ખેડૂતોના માટે ભૂમિ સીમાંકન યોજના અંતર્ગત પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિ સુધારા નિકાલ કામગીરી અર્થે યોજાશે ખાસ કેમ્પ

MORBI:મોરબી જિલ્લાના જમીનધારકો કે ખેડૂતોના માટે ભૂમિ સીમાંકન યોજના અંતર્ગત પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિ સુધારા નિકાલ કામગીરી અર્થે યોજાશે ખાસ કેમ્પ

ટંકારા અને હળવદ તાલુકાના વિવિધ ગામોમાં તા. ૨૨ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન ક્ષતિ સુધારા અરજી સ્વીકારવા ગામવાર કેમ્પનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ

રાજ્યમાં Digital India Land Records Modernization Programme (DILRMP) હેઠળ ખેતીની જમીનનું અદ્યતન, ચોક્કસ અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવું રેકોર્ડ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ભૂમિ સીમાંકન પ્રક્રિયા દરમિયાન સર્વેમાં રહી ગયેલી ક્ષતિઓ અને અરજીઓનો ઝડપી તથા સુચારુ નિકાલ કરવાના હેતુથી સરકારશ્રીના દિશાનિર્દેશ મુજબ મોરબી જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે ગામોમાં નવું પ્રોમોલગેશન પૂર્ણ થઈ ચૂકેલ છે, તે ગામોમાં જમીનધારકો કે ખેડૂતોના સર્વે નંબરોમાં ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય, તેના નિવારણ અર્થે નિયત તારીખોએ ખાસ ક્ષતિ સુધારા અરજી સ્વીકારવાના કેમ્પ યોજાશે.

 

 

આ કેમ્પના આયોજન અન્વયે ટંકારા તાલુકામાં તા.૨૨-૧૦-૨૦૨૬ ના રોજ ખાખરા, તા.૨૩-૧૦-૨૦૨૬ ના રોજ ગજડી, તા.૨૬-૧૦-૨૦૨૬ ના રોજ દેવળીયા, તા.૨૭-૧૦-૨૦૨૬ ના રોજ ધ્રોળીયા, તા.૨૮-૧૦-૨૦૨૬ ના રોજ રાજાવડ અને તા.૨૯-૧૦-૨૦૨૬ ના રોજ સખપર ખાતે કેમ્પ યોજાશે. જ્યારે હળવદ તાલુકામાં તા.૨૨-૧૦-૨૦૨૬ ના રોજ જુના અમરાપર, તા.૨૩-૧૦-૨૦૨૬ ના રોજ પલાસણ તથા તા.૨૬-૧૦-૨૦૨૬ ના રોજ રાયધ્રા ખાતે કેમ્પનું આયોજન કરાયું છે.

 

નિર્ધારિત સમયમર્યાદામાં ઝડપી ઉકેલ લાવી અદ્યતન જમીન રેકોર્ડ તૈયાર કરી શકાય તે હેતુથી સંબંધિત ગામોના ખેડૂતોને આ કેમ્પ દરમિયાન જમીન સંબંધિત પ્રશ્નો અને ક્ષતિ સુધારા અરજીઓ રજૂ કરવા મોરબી સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડઝશ્રી મયુર કરમટાની યાદીમાં અનુરોધ કરાયો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો