MORBI:મોરબી રાધે ક્રિષ્ના વિદ્યાલયમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ‘રાસ ગરબા મહોત્સવ – 2026’ સંપન્ન: ભૂલકાંઓ ગરબે ઘૂમ્યા

MORBI:મોરબી રાધે ક્રિષ્ના વિદ્યાલયમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ‘રાસ ગરબા મહોત્સવ – 2026’ સંપન્ન: ભૂલકાંઓ ગરબે ઘૂમ્યા

કન્યા છાત્રાલય રોડ પર સ્થિત આંબાવાડી સોસાયટી ખાતે આવેલી રાધે ક્રિષ્ના વિદ્યાલયમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે ‘રાસ ગરબા મહોત્સવ – 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહોત્સવમાં શાળાના નર્સરીથી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત અને રંગબેરંગી પરિધાનમાં સજ્જ થઈને આવેલા નાના-નાના ભૂલકાંઓએ અવનવા ગરબાના તાલે ઝૂમી ઉઠીને માતાજીની આરાધના કરી હતી. સમગ્ર શાળા પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ધોરણવાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ‘પ્રિન્સ’, ‘પ્રિન્સેસ’, ‘બેસ્ટ એક્શન’ તેમજ ‘બેસ્ટ ડ્રેસ’ કેટેગરીમાં પસંદ કરી ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સુચારુ રૂપે સફળ બનાવવા માટે શાળાના સંચાલક કેતનભાઈ કડીવાર, અશોકભાઈ કાંજીયા, આચાર્ય જીતેન્દ્રભાઈ પિત્રોડા તેમજ સમગ્ર શિક્ષકગણ અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો