અદાણી પોર્ટ્સે USD ૭૫૦ મિલિયનના કૂલ રોકાણ સાથે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ની ક્ષમતા બમણી કરીને ૩.૨ મિલિયન TEUs કરી

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

અદાણી પોર્ટ્સે USD ૭૫૦ મિલિયનના કૂલ રોકાણ સાથે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ની ક્ષમતા બમણી કરીને ૩.૨ મિલિયન TEUs કરી

૦૦૦

શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાના હસ્તે બીજા તબક્કાના વિસ્તરણનું ભવ્ય ઉદ્ઘાટન

૦૦૦

કામકાજના પ્રથમ ૧.૫ વર્ષમાં જ ૨ મિલિયન TEUsનું રેકોર્ડ કાર્ગો સંચાલન

૦૦૦

શ્રીલંકાનું પ્રથમ સંપૂર્ણ ઓટોમેટેડ અને શૂન્ય ‘ટેલપાઇપ’ ઉત્સર્જન ધરાવતું ગ્રીન ડીપ-વોટર ટર્મિનલ

 

કોલંબો, ૦૨ ઓક્ટોબર, ૨૦૨૬ (ગાંધી જ્યંતિ) :

 

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) ખાતે USD ૭૫૦ મિલિયનના રોકાણ ધરાવતા બીજા તબક્કાના વિસ્તરણનું ઉદ્ઘાટન શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાના હસ્તે કરવામાં આવ્યું છે. આ વિસ્તરણ સાથે ટર્મિનલની વાર્ષિક ક્ષમતા ૧.૬ મિલિયન TEUsથી વધીને બમણી એટલે કે ૩.૨ મિલિયન TEUs થઈ ગઈ છે. આ સિદ્ધિ કોલંબો બંદરના વર્ષ ૨૦૨૮ સુધીમાં ૧૩ મિલિયન TEUs કાર્ગો હેન્ડલ કરવાના લક્ષ્યાંકનો ૨૫% હિસ્સો પૂરો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલે (CWIT) તેના કામકાજના પ્રથમ દોઢ વર્ષમાં જ ૨ મિલિયન TEUs કાર્ગોનું સંચાલન કરીને કોલંબો બંદરના ઇતિહાસમાં નવો વિક્રમ નોંધાવ્યો છે. આ પહેલાં ૨૦૨૪માં પ્રથમ વર્ષ દરમિયાન ૧ મિલિયન TEUs કાર્ગો સંચાલિત કરનાર તે સૌથી ઝડપી ટર્મિનલ બન્યું હતું.

 

શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાનું નિવેદન:

આ પ્રસંગે શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ જણાવ્યું હતું કે, “સાહસિક દ્રષ્ટિકોણ, વિશ્વાસપાત્ર ભાગીદારી અને આધુનિક માળખાકીય સુવિધાઓનો સમન્વય કેવી જ્વલંત સફળતા આપી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ CWIT એ પૂરું પાડ્યું છે. ટર્મિનલના બીજા તબક્કાનો પ્રારંભ એ શ્રીલંકાના આર્થિક ભવિષ્ય અને વૈશ્વિક વેપાર ક્ષેત્રે દેશની સ્થિતિ મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ રોકાણથી નવી રોજગારીઓનું સર્જન થશે અને હિંદ મહાસાગરમાં શ્રીલંકા અગ્રણી મેરીટાઇમ તથા લોજિસ્ટિક્સ હબ તરીકે ઊભરી આવશે.”

 

અદાણી પોર્ટ્સ (APSEZ)ના CEO અશ્વિની ગુપ્તાનું નિવેદન:

APSEZના પૂર્ણકાલિન ડિરેક્ટર અને CEO શ્રી અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વિસ્તૃત ક્ષમતા સાથે હવે CWIT એકસાથે ત્રણ મહાકાય કન્ટેનર જહાજોને લાંગરવાની સુવિધા પૂરી પાડશે, જેનાથી પૂર્વ-પશ્ચિમ વેપાર માર્ગ પર કોલંબોની ગણના એક પ્રમુખ ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વધુ મજબૂત બનશે. USD ૭૫૦ મિલિયનનું રોકાણ એ વૈશ્વિક શિપિંગ કંપનીઓનો વિશ્વાસ દર્શાવે છે. સંપૂર્ણ ઓટોમેશન અને ઊંડા પાણીના આંતરમાળખા સાથે ટર્મિનલ શ્રીલંકાના આયાત-નિકાસ વેપારમાં મોટો સહયોગ આપવા સજ્જ છે.”

 

જ્હોન કિલ્સ ગ્રુપના ચેરપર્સન ક્રિશન બાલેન્દ્રનું નિવેદન:

જ્હોન કિલ્સ ગ્રુપના ચેરપર્સન શ્રી ક્રિશન બાલેન્દ્રએ જણાવ્યું હતું કે, “માત્ર ૧૮ મહિનામાં ૨ મિલિયન TEUsની ક્ષમતા પાર કરવી એ APSEZ, જ્હોન કિલ્સ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીની સફળ ભાગીદારીનું ઉત્તમ પ્રમાણ છે. આ વિસ્તરણથી શ્રીલંકાના આર્થિક વિકાસને નવી દિશા મળશે.”

 

પર્યાવરણીય ક્ષમતા અને આધુનિક સુવિધાઓ:

 

રોજગારી સર્જન: APSEZ, જ્હોન કિલ્સ હોલ્ડિંગ્સ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીના ૩૫ વર્ષના BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) કન્સેશન હેઠળ વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટથી ૩,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું સર્જન થયું છે.

 

ગ્રીન ટર્મિનલ: આ શ્રીલંકાનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત (Fully Automated) ડીપ-વોટર કન્ટેનર ટર્મિનલ છે. તે સંપૂર્ણપણે વીજળી-સંચાલિત છે અને શૂન્ય ‘ટેલપાઇપ’ ઉત્સર્જન (Zero Tailpipe Emissions) સાથે પર્યાવરણને અનુકૂળ કામગીરી કરે છે.

 

સુરક્ષા: ટર્મિનલે સફળતાપૂર્વક ૧.૭ કરોડ સૂરક્ષિત કામકાજના કલાકો (Safe Work Hours) નોંધાવીને કર્મચારી સુરક્ષા અને શ્રેષ્ઠ સંચાલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો