
**ઈડરની પવિત્ર તપોભૂમિ: શ્રીમદ રાજચંદ્ર વિહાર – ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુજી**

મહાત્મા ગાંધીજી જયંતીના અવસરે વિશેષ સ્મરણ
આજે ૨ ઓક્ટોબર – મહાત્મા ગાંધીજી જયંતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને યાદ કરતા તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીને પણ વંદન કરીએ. સાબરકાંઠાના ઈડરની પહાડીઓમાં તેમણે તપ કર્યું અને ગાંધીજીને અહિંસા-સત્યનો માર્ગ બતાવ્યો.
જન્મ અને આત્મજ્ઞાન
૯ નવેમ્બર ૧૮૬૭ના રોજ વવાણિયામાં જન્મ. સાત વર્ષે જાતિસ્મરણ. ૨૩ વર્ષે આત્મસાક્ષાત્કાર. અમર કાર્ય – “આત્મસિદ્ધિ શાસ્ત્ર”.
ઈડર: પ્રિય તપોભૂમિ
ઈડરમાં ત્રણ મહિના રહી પુઢવી શિલા પર સાત મુનિઓને ઉપદેશ આપ્યો. આજે અહીં શ્રીમદ રાજચંદ્ર વિહાર સ્મારક ભક્તોને આકર્ષે છે.
ગાંધીજી સાથેનો સંબંધ
૧૮૯૧માં મુલાકાત. ૨૭ પ્રશ્નોના જવાબોએ ગાંધીજીને હિન્દુ ધર્મમાં સ્થિર કર્યા. અહિંસા અને સત્યના વિચારો પર ઊંડો પ્રભાવ.
૯ એપ્રિલ ૧૯૦૧ના રોજ અવસાન. ઈડરની તપોભૂમિ આજે પણ તેમની સ્મૃતિ જીવંત રાખે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા









