સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર,થરાના સંતશ્રી ભરતપુરી બાપુનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં આવેલ સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરના સંત શ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુ (કોઠારી બાપુ) હરિદ્વાર થી પગપાળા યાત્રાનો હરી ભક્તો સાથે કઠિન સુભારંભ કર્યો હતો જે અગિયાર દિવસે બદ્રીનાથ પહોંચી બદ્રી વિશાલ ભગવાન ના મંદિરે ધ્વજા રોહણ કરી ભગવાનના દર્શન કરી સમગ્ર ભરવાડ સમાજ અને થરા નગરજનો સહીત તમામ જીવમાત્ર ની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.પૂજ્યસંતશ્રી ભરતપુરીબાપુ તેમના શિષ્યો થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ પતિ નિરંજનભાઈ સોની, વિનોદભાઈ પંચાલ (લાટી), સંજયભાઈ દરજી,રમેશભાઈ બુટાભાઈ ભરવાડ-ધ્રાંગધ્રા, જગદીશભાઈ સુરાભાઈ ભરવાડ-ધ્રાંગધ્રા સાથે સતત અગિયાર દિવસમાં ૩૨૦ કી. મી.નું અંતર કાપી કઠીણ પગપાળાયાત્રા પૂર્ણ કરી ૦૧/૧૦/૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારે થરા ખાતે પધારતા થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,શિક્ષક વીરભાણભાઈ કાળોતરા,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના શિક્ષક ગોવિંદભાઈ મુંધવા સહીત થરા નગરજનો દ્વારા ઢોલ નગારા અને શરણાઈઓના સૂરો વચ્ચે નાનીબાળાઓ દ્વારા સામૈયા સાથે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું.પરમપૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુએ સંતશ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુ (કોઠારી બાપુ) અને દરેક શિષ્યોને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી આર્શીવાદ આપ્યા હત
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530










