કાલોલ તાલુકાના કાદવીયા પ્રાથમિક શાળાના શિક્ષક ગણેશભાઇ વણકર નો વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૧૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના કાદવીયા પ્રાથમિક શાળામાં લાંબા સમય સુધી તરીકે સેવા આપી નિવૃત થઈ રહેલા કાદવીયા પ્રાથમિક શાળા શિક્ષક ગણેશભાઇ વણકર નો વિદાય સન્માન સમારોહ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગણેશભાઇ વણકર ની દીર્ઘકાલીન અને નિષ્ઠાપૂર્વકની શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. શાળાના આચાર્ય અને શિક્ષક સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેઓનું ફુલહાર કરી અને શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ તેમના કાર્યકાળ દરમિયાન શાળાએ મેળવેલી સિદ્ધિઓને યાદ કરી તેમની વહીવટી કુશળતાની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે ધી કાલોલ તાલુકા ટીચર્સ કો-ઓ. ક્રેડીટ સોસાયટીના ચેરમેન જયદિપસિંહ વાઘેલા અને શિક્ષણ જગતના અગ્રણીઓ સહિત ગામના સરપંચ સાથે અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો