MORBI મોરબી નવરાત્રિ મહોત્સવના નફામાંથી 28 શહીદ પરિવારોને ₹28 લાખ અને દીકરીઓના શિક્ષણ માટે ₹2.60 લાખની સહાય

MORBI મોરબી નવરાત્રિ મહોત્સવના નફામાંથી 28 શહીદ પરિવારોને ₹28 લાખ અને દીકરીઓના શિક્ષણ માટે ₹2.60 લાખની સહાય

મોરબીમાં ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ની અનોખી પહેલ:  જાહેર મંચ પરથી રજૂ કરાયો પારદર્શક હિસાબ; ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 329 શહીદ પરિવારોને કુલ ₹5.04 કરોડની સહાય અપાઈ

​મોરબી:મોરબીના રવાપર રોડ પર અજય લોરિયા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને સનાતન નવરાત્રિ મહોત્સવની પૂર્ણાહુતિ બાદ આયોજકો દ્વારા જાહેર મંચ પરથી નવરાત્રિનો પારદર્શક હિસાબ રજૂ કરી સામાજિક સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ વર્ષે મહોત્સવમાંથી થયેલા કુલ ₹30.60 લાખના નફામાંથી ₹28 લાખ શહીદ પરિવારોને અને બાકીના ₹2.60 લાખ પિતાવિહોણી દીકરીઓના શિક્ષણ માટે અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

​નવ દિવસ સુધી રાસ-ગરબાની રમઝટ બાદ આયોજક અજય લોરિયાએ હિસાબ જાહેર કરતાં જણાવ્યું હતું કે, દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા 28 શહીદ જવાનોના પરિવારોને મંચ પર આમંત્રિત કરી પ્રત્યેક પરિવારને ₹1-1 લાખના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સહિતના વિવિધ રાજ્યોમાંથી શહીદોના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.

​વર્ષ 2015થી કાર્યરત આ ફાઉન્ડેશન દ્વારા પુલવામા, ઉરી તેમજ નક્સલવાદી હુમલા સહિતના શહીદોના પરિવારોને સહાય પહોંચાડવામાં આવી રહી છે. અગાઉ 301 પરિવારોને ₹4.76 કરોડની સહાય અપાઈ ચૂકી હતી, જેમાં આ વર્ષના ₹28 લાખ ઉમેરાતાં અત્યાર સુધીમાં કુલ 329 શહીદ પરિવારોને ₹5.04 કરોડની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે.

​શહીદ પરિવારોને સહાય બાદ વધેલી ₹2.60 લાખની રકમ પાટીદાર સમાજની પિતા વિનાની 5 થી 7 દીકરીઓની અભ્યાસ ફી ભરવા માટે વાપરવામાં આવશે, જેથી તેઓ કોઈપણ આર્થિક મુશ્કેલી વિના પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે.

​આયોજન અંગે વાત કરતાં અજય લોરિયાએ જણાવ્યું કે, માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં મળેલી મંજૂરી છતાં સ્પોન્સરો, સહયોગીઓ અને કાર્યકરોના સહકારથી સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. નવરાત્રિ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વને પારદર્શકતા, રાષ્ટ્રભક્તિ અને દીકરીઓના શિક્ષણ જેવી માનવસેવા સાથે જોડીને આયોજકોએ સમાજ સમક્ષ નવી રાહ ચીંધી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો