કાલોલ નજીક હિટ એન્ડ રનમાં એકનું મોત:ફોર વ્હીલ ગાડીના ચાલકે 50 વર્ષીય ખેડૂતને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત.

તારીખ ૨૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બેઠીયા બસ સ્ટેન્ડ નજીક હાઇવે રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આધેડનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી બાબુભાઈ નરવતભાઈ ચૌહાણ (ઉ.વ.36, ધંધો-ખેતી, રહે. કરાડા ગામ, તા.કાલોલ) ગઈકાલ તા. 18/10/2026 ના રોજ બપોરે પોતાના ખેતરમાં ડાંગરના પાકમાં પાણી આપતા હતા. તે દરમિયાન બપોરે બે વાગ્યાના અરસામાં તેમના ગામના જ જયદીપસિંહ અમરસિંહ સોલંકી નો ફોન આવ્યો હતો. જ્યાં જયદીપસિંહે જણાવ્યું હતું કે તેઓ ઘરેથી ડીઝલ લઈ બેઠીયા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા હતા ત્યારે હાઇવે પર અકસ્માત થયેલો જોયો. રોડ પર પડેલા ઇજાગ્રસ્ત વ્યક્તિ બાબુભાઈના કાકા પર્વતભાઈ મથુરભાઈ ચૌહાણ (ઉ.વ.50, રહે. કરાડા ગામના હોવાનું માલુમ પડ્યું હતું.પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, કાલોલ તરફથી આવી રહેલી ફોર વ્હીલ ગાડી નં. GJ-17-CP-0455 ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પર્વતભાઈને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને માથામાં, બન્ને પગે અને જમણા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ગાડીનો ચાલક મારની બીકે પોતાની ગાડી લઈને નાસી ગયો હતો, પરંતુ જયદીપસિંહે સમજદારી દાખવી ગાડીના નંબરનો ફોટો પાડી લીધો હતો અને 108 ને બોલાવી ઇજાગ્રસ્તને ગોધરા સરકારી દવાખાને મોકલ્યા હતા. જ્યાં બાબુભાઈ અને તેમના પરિવારજનો ગોધરા દવાખાને પહોંચતા ડોક્ટરે જણાવ્યું હતું કે પર્વતભાઈને ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને તેમની લાશને પી.એમ. રૂમમાં ખસેડવામાં આવી છે. ડોક્ટરે વેજલપુર પોલીસને જાણ કરતા પોલીસે કાગળ કાર્યવાહી કરી પી.એમ. બાદ લાશ પરિવારને સોંપી હતી.ગઈકાલે રાત્રીનો સમય હોવાથી આજે તા. 19/10/2026 ના રોજ બપોરે મૃતકની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતકના ભત્રીજા બાબુભાઈએ પોલીસ મથકે આવી ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો