મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી ખાતે એક લવ્ય તિરંદજી એકેડમી આવેલી છે જેમાં 48 જેટલા બાળકો હાલ રહીને તિરંદાજી રમતનું શિક્ષણ મેડવે છે. એક લવ્ય તિરંદાજી એકેડમીમાં આદિવાસી બાળકોને વિના મુલ્યે તિરંદાજીનું શિક્ષણ આપવામાં આવે છે અને તિરંદાજી રમતમાં આગળ વધે માટે ખુબ મહેનત કરવાવમાં આવે છે જયારે દશેરા નિમિતે બાળકો અને ખેલાડીઓએ તિરંદાજી રમતના તિરધનુષ ની પૂજા અર્ચના કરી હતી આખુ વર્ષ બાળકો તિર ધનુષ લઈને અભ્યાસ કરતા હોય છે તેવોને તિરંદાજી રમતનો અભ્યાસ કરતા હોય તો કોઈ ઇજાના થાય જેને લઈને તિરંદાજીની રમતના સાધનોની પૂજા અર્ચના કરી હતી.










