અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના નેસડા ગામે કરુણ ઘટના : કૂવામાંથી મહિલા અને બે વર્ષની બાળકીના મૃતદેહ મળ્યા – મહિલાએ બાળકીને સાડીના છેડા સાથે લપેટીને કૂવામાં ઝંપલાવ્યું
મેઘરજ, અરવલ્લી:

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નેસડા ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાની બે વર્ષની બાળકી સાથે કૂવામાં ઝંપલાવ્યું હોવાની જાણ થતાં મોડાસા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કૂવામાં રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ મહિલા અને બે વર્ષની બાળકીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ત્યારબાદ બંને મૃતદેહોને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાને પગલે નેસડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મહિલાએ આ પગલું શા માટે ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સમગ્ર મામલે મેઘરજ પોલીસની તપાસ બાદ જ ઘટનાની હકીકત સામે આવશે. મૃતક મહિલા – સીમાબેન મહેશભાઈ ડામોર અને બાળકી આશાબેન મહેશભાઈ 2 વર્ષ ડામોર નેસડા મેઘરજ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે









