સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

તા.07/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધન સાથે ‘વિકસિત ભારત@૨૦૪૭’ના નિર્માણ માટે સૌએ લીધા સામૂહિક સંકલ્પ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ એ.પી.એમ.સી. ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના તેમજ જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આ યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત ૨૫ વર્ષના સુશાસન અને જાહેર સેવાના કાર્યકાળને ઉત્સાહભેર ઉજવવા માટે સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના વિનાશક ભૂકંપ પછી તેનું પુનઃનિર્માણ કરીને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવ્યું હતું. ભૂતકાળમાં સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં ટ્રેન મારફતે પાણી લાવવું પડતું હતું, પરંતુ તેમણે નર્મદા અને સુજલામ સુફલામ યોજના દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ ઉપરાંત ૧૦૮ સેવા, શાળા પ્રવેશોત્સવ, રક્ષા યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી સંસ્થાઓ થકી ગુજરાતને દેશ સમક્ષ વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે સામાજિક સમીકરણોના બદલે વિકાસના મુદ્દા પર રાજનીતિ સ્થાપિત કરી છે. તેમના શાસનમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, કોરોનામાં સ્વદેશી રસીથી દેશવાસીઓનું રક્ષણ કરાયું છે અને ૮૦ કરોડ લોકોને મફત અનાજ પૂરું પડાયું છે. તેમના પારદર્શક શાસનને કારણે કેન્દ્રમાંથી નીકળેલો પૂરેપૂરો રૂપિયો સીધો લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. કાર્યક્રમ દરમિયાન સેવા સંકલ્પ અભિયાનના ઈન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા અને અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વંદે માતરમ્ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમૂહગાન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સામૂહિક સંકલ્પ લીધો હતો અને મહાનુભાવો દ્વારા સેવા જ્યોતિ પ્રગટાવી યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. સ્થળ પર ‘રાષ્ટ્ર કે રંગ, સેવા કે સંગ’ અન્વયે આયોજિત રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાની વિજેતા કૃતિઓ પણ પ્રદર્શિત કરાઈ હતી. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ શુક્લા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડીયા, ધારાસભ્યઓ પ્રકાશભાઈ વરમોરા, કિરીટસિંહ રાણા, પી. કે. પરમાર, મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, કલેક્ટર જી.એચ. સોલંકી, DDO કે.એસ. યાજ્ઞિક, SP પ્રેમસુખ ડેલું, કમિશનર જે.કે.જાદવ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, સંતો- મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો