મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકની ગંભીર સમસ્યા, 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ – લાખો રૂપિયાના ટ્રાફિક સિગ્નલો ધુળ ખાઇ રહ્યા  છે..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકની ગંભીર સમસ્યા, 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ – લાખો રૂપિયાના ટ્રાફિક સિગ્નલો ધુળ ખાઇ રહ્યા  છે..!!!

નવીન બસ સ્ટેન્ડથી શામળાજી ડીપ રોડ સુધી વાહનોની લાંબી કતારો, ટ્રાફિક સિગ્નલની કામગીરી સામે સવાલો

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ચાર રસ્તા વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા ગંભીર બનતી જોવા મળી રહી છે. રસ્તા પર વાહનોનો જમાવડો થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકની આ સમસ્યામાં ઇમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં તંત્રની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, મોડાસા ચાર રસ્તાથી શામળાજી રોડ પર GEB નજીક ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ આશરે 15 મિનિટ સુધી અટવાઈ રહી હતી. ઇમરજન્સીના સમયે દર્દીને સમયસર સારવાર સુધી પહોંચાડવામાં એમ્બ્યુલન્સની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. ત્યારે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અટવાઈ રહેવાની ઘટના ચિંતાનો વિષય બની છે.

મોડાસાના નવીન બસ સ્ટેન્ડથી લઈને શામળાજી ડીપ રોડ સુધી સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની સ્થિતિ સામે આવી રહી છે. ખાસ વાત એ છે કે મોડાસા ચાર રસ્તા પર જ પોલીસ ચોકી આવેલી છે, તેમ છતાં પોલીસ ચોકીની સામે જ ટ્રાફિકની સમસ્યા જોવા મળતાં ટ્રાફિક વ્યવસ્થાપન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

બીજી તરફ, મોડાસા નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલો હાલ ધૂળ ખાઇ રહ્યા હોય તેવો ઘાટ છે અને કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલો હોવા છતાં જો વાહનવ્યવસ્થા સુચારુ ન રહે અને ઇમરજન્સી વાહનોને પણ રસ્તો ન મળે, તો સિગ્નલ પાછળ કરવામાં આવેલા ખર્ચનો હેતુ કેટલો સફળ રહ્યો છે તે અંગે ચર્ચા થઈ રહી છે હવે ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે પોલીસ અને નગરપાલિકા દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવે, ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય અને ખાસ કરીને 108 સહિતનાં ઇમરજન્સી વાહનોને અવરજવરમાં કોઈ અડચણ ન પડે તે માટે અસરકારક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો