મોડાસા – ચિરંજીવી અનંત રાસમાં કાજલ મહેરિયાએ નવમા નોરતે ખેલૈયાઓને મન મૂકી નચાવ્યાં 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – ચિરંજીવી અનંત રાસમાં કાજલ મહેરિયાએ નવમા નોરતે ખેલૈયાઓને મન મૂકી નચાવ્યાં

હે કાચી માટીનો ગરબો કોરાવ્યો માં અંબે માઁ ને કાજ હે ગરબે રમવા આવો માડી આરાસુર વારી માં

હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવુ ગમતું નથી હે મારા માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવુ ગમતું નથી

મોડાસા શહેરમાં ચિરંજીવી અનંત રાસ ખાતે લોકગાયક અને સુપ્રસિદ્ધ એવા કાજલબેન મહેરિયાએ નવમા નોરતે ખેલૈયાઓને મન મૂકી ગરબે ગુમાવ્યા હતા. જેમાં પ્રાચીન ગરબા ની સાથે ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કાજલ મહેરીયા એ ગરબા રસિકોને મન મૂકી ગરબાની તાલે નચાવ્યાં હતા ચિરંજીવી પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરપૂર ખીચોખી ઉભરાયું હતું

અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં આસો નવરાત્રીની છેલ્લી રાત એટલે નવમું નોરતુ હોવાથી ગરબા મેદાનો અને માંડવીઓમાં ખેલૈયાઓ અને દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી મોડાસા શહેરના ગરબા મેદાનોમાં પગ મુકવાની જગ્યા રહી ન હતી ખેલૈયાઓ ગરબાના તાલે મનમૂકીને ઝૂમી ઉઠ્યા હતા સવાર સુધી ગરબા મેદાન છોડવા તૈયાર ન થતા અનેરો નજારો સર્જાયો હતો સંચાલકોએ ખેલૈયાઓને ખમ્મા કરોની વિનંતી કરી આવતા વર્ષે વહેલા આવવા આજીજી કરી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો