સેવા મેરા યોગદાન’ અંતર્ગત અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા અવેરનેસ કેમ્પ અને આરોગ્ય તપાસ યોજાઈ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા અવેરનેસ કેમ્પ અને આરોગ્ય તપાસ યોજાઈ

‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો ખાતે વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સફાઈ કામદારોની આરોગ્ય તપાસ સાથે એનિમિયા અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યા હતા.

કેમ્પ દરમિયાન બાળકો, કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રી માતાઓનું એનિમિયા સ્ક્રીનિંગ કરી હિમોગ્લોબિન (HB) ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એનિમિયા અંગેની જાગૃતિ વધારવા તેમજ તેના નિવારણ માટે જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. જરૂરિયાત મુજબ લાભાર્થીઓને IFA ગોળીઓ તથા IFA સિરપનું વિતરણ કરી તેના યોગ્ય અને નિયમિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લાભાર્થીઓને આયર્ન તથા કેલ્શિયમથી ભરપૂર પૌષ્ટિક અને સંતુલિત આહારના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. એનિમિયાથી બચવા માટે લીલા શાકભાજી, કઠોળ, અનાજ તથા અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકને દૈનિક આહારમાં સામેલ કરવા અંગે આરોગ્યપ્રદ આહારની ટેવો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સફાઈ કામદારોનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા હિમોગ્લોબિન સહિતનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જરૂરિયાત જણાય તેવા લાભાર્થીઓને જરૂરી સારવાર તથા આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહિતી આપી PM-JAY કાર્ડ જનરેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ આયુષ્માન આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર આરોગ્યલક્ષી કામગીરીમાં જિલ્લાના તબીબી અધિકારીઓ, પેરામેડિકલ સ્ટાફ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), MPHW, FHW તથા આશા કાર્યકરોએ સક્રિય ભાગ લઈ આરોગ્ય સેવાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લાના વિવિધ વર્ગના નાગરિકોમાં એનિમિયા સહિતના રોગો અંગે જાગૃતિ વધારવા અને સમયસર આરોગ્ય તપાસ તથા સારવાર સુનિશ્ચિત કરવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો