સુરેન્દ્રનગરમાં બાળ તપસ્વીઓનો દબદબો: ૧૨ અને ૧૬ વર્ષના ભાઈઓએ કરી કઠિન અઠ્ઠાઈ તપ સાધના

તા.15/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર: જૈન ધર્મના સહુથી પવિત્ર અને મહાન એવા પર્યુષણ મહાપર્વ દરમિયાન આત્મશુદ્ધિ, ત્યાગ અને તપ-સંયમની સાધનાનો વિશેષ મહિમા રહેલો છે. આ પાવન પર્વના પ્રસંગે સુરેન્દ્રનગર શહેરમાં ધાર્મિક સંસ્કારો અને ભક્તિમય વાતાવરણની વચ્ચે ત્યાગનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. સુરેન્દ્રનગરના સ્થાનિક પત્રકાર એશાબેન ભરતભાઈ પારેખના બે નાના ભાઈઓ—૧૨ વર્ષીય આગમ રૂપેશભાઈ શાહ અને ૧૬ વર્ષીય સૌમ્ય જલ્પેશભાઈ શાહ—દ્વારા કઠિન અને પાવન એવી અઠ્ઠાઈ તપની સાધના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. નાની ઉંમરે રમવા- ભણવાના દિવસોમાં આ બંને બાળ તપસ્વીઓએ દૃઢ સંકલ્પ, અચળ આત્મશ્રદ્ધા અને મજબૂત મનોબળ સાથે સતત ૮ દિવસ સુધી અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસની કઠિન આરાધના કરી હતી. નાની વયે આટલી કઠોર સાધના કરીને બંને ભાઈઓએ ત્યાગ અને સંયમનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પરિવાર તેમજ સમગ્ર જૈન સમાજનું શિર ગૌરવથી ઊંચું કર્યું છે. પર્યુષણ મહાપર્વ એ આત્મચિંતન, ક્ષમાપના, ત્યાગ અને જીવદયાનો પવિત્ર સંદેશ આપે છે. આ ધાર્મિક માહોલમાં આગમ અને સૌમ્ય દ્વારા કરવામાં આવેલી આ કઠિન તપશ્ચર્યા એ તેમના પરિવાર તરફથી મળેલા ઉચ્ચ ધાર્મિક સંસ્કારો અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ છે. બંને બાળકોની આ નાની વયની અદ્ભુત તપશ્ચર્યા પૂર્ણ થતાં જ પરિવારજનો, સગા- સંબંધીઓ અને સમગ્ર જૈન સમાજમાં ભારે આનંદ, ઉલ્લાસ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી. અઠ્ઠાઈ તપની પૂર્ણાહુતિ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ તથા સ્નેહીજનો દ્વારા બંને તપસ્વી ભાઈઓની ભાવપૂર્વક અણમોલ અનુમોદના કરવામાં આવી હતી અને તેમને હાર્દિક અભિનંદન સહ ભાવભરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો