MORBI:મોરબીના રંગપર ગામે પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો રૂ. ૨.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે રંગપર ગામમાં આવેલી એક ઓરડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨,૭૦,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રંગપર ગામે આવેલા ‘બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટ’ની ઓરડીમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ફિલ્ટર પ્લાન્ટના સંચાલક જનકસિંહ ઝાલાના કબજા ભોગવટાવાળી ઓરડીમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા ૬ શખ્સો ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ:જનકસિંહ કસરૂભા ઝાલા (રહે. રંગપર, તા. મોરબી) મુકેશભાઈ બચુભાઈ દેસાઈ (રહે. ફ્લેટ નં. ૭૦૧, ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ, રોયલપાર્ક, મહેન્દ્રનગર, મોરબી) મગનભાઈ ભુદરભાઈ લોરીયા (રહે. ગામ કુંભારીયા, તા. માળીયા) રમેશભાઈ છગનભાઈ કાલરીયા (રહે. ગામ જીવાપર, તા. મોરબી) શંકરભાઈ અંબારામભાઈ દેત્રોજા (રહે. ફ્લેટ નં. ૬૦૩, મારુતિ એપાર્ટમેન્ટ, મિલનપાર્ક, મહેન્દ્રનગર, મોરબી) પીરૂભાઈ પ્રભુભાઈ કૈલા (રહે. ગામ વેજલપુર, તા. માળીયા)
જપ્ત કરાયેલ મુદ્દામાલ:રોકડ રકમ: રૂ. ૧,૭૫,૪૦૦/-મોબાઇલ ફોન: નંગ-૬ (કિંમત રૂ. ૯૫,૦૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૨,૭૦,૪૦૦/- તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે












