MORBI:મોરબીના માનસર–નારણકા પંથે કુદરતી સંપત્તિ પર બેફામ તરાપ, ખનિજ માફિયાઓ સામે તંત્રનું રહસ્યમય મૌન

MORBI:મોરબીના માનસર–નારણકા પંથે કુદરતી સંપત્તિ પર બેફામ તરાપ, ખનિજ માફિયાઓ સામે તંત્રનું રહસ્યમય મૌન!

મોરબીમાં બેફામ ખનીજ માફિયાઓ સામે તંત્રના પાપે ‘અંધેર નગરી’: સરપંચની રજૂઆતો કચરાટોપલીમાં, શું ખાણ-ખનીજ વિભાગની મિલીભગત?

મોરબી તાલુકાના માનસર અને નાણકા ગામ વચ્ચે છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર ખનીજ ચોરીનું રેકેટ ધમધમી રહ્યું છે. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા આ કાળા કારોબાર સામે માનસર ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ દ્વારા લેખિત-મૌખિક અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, ખાણ-ખનીજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

જ્યાં ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ અને બંધારણીય હોદ્દો ધરાવતા સરપંચની રજૂઆતને તંત્ર ઘોળીને પી જતું હોય, ત્યાં સામાન્ય જનતાની ફરિયાદની શી વિસાત? આ ગંભીર ઉપેક્ષાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોમાં ચર્ચાતો સૌથી સળગતો સવાલ એ છે કે:”શું ખનીજ માફિયાઓની દાદાગીરી પાછળ ખાખી અને બાબુઓની મિલીભગત છે? કોના આશીર્વાદથી સરકારી સંપત્તિ પર બેરોકટોક બુલડોઝર અને ડમ્પરો ફરી રહ્યા છે?”

વારંવારની રજૂઆતો છતાં દરોડા કેમ નહીં?
સરપંચ દ્વારા સ્થળ અને સમયની ચોક્કસ વિગતો આપવા છતાં તંત્ર સ્થળ તપાસ કે સીઝ કરવાની તસ્દી કેમ લેતું નથી?

ગેરકાયદે ખનન સ્થળ પરથી રાત-દિવસ ડમ્પરો દોડી રહ્યા છે, છતાં ફ્લાઇંગ સ્કવોડ કે પોલીસ પેટ્રોલિંગ કેમ ગાયબ રહે છે?
સ્થાનિક પર્યાવરણ અને રસ્તાઓનો સત્યાનાશ:
ઓવરલોડ વાહનોના કારણે ગ્રામીણ રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ભૂગર્ભ જળ તેમજ જમીનની કુદરતી રચનાને મોટું નુકસાન થઈ રહ્યું છે.સરપંચની રજૂઆત બાદ પણ મૂંગા મોઢે તમાશો જોતું તંત્ર હવે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવશે કે પછી મામલાને ભીdynamic ઢાંકી દેવામાં આવશે?
જો

મોરબી:જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીના પોકળ દાવાઓ વચ્ચે માનસર અને નારણકા વચ્ચેનો વિસ્તાર ખનિજ ચોરો માટે જાણે ‘ખુલ્લો અડ્ડો’ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસ-રાત ધમધમતી જેસીબી મશીનરી અને ડમ્પરોની કતારો છતાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની આંખ આડા કાન કરવાની નીતિ સામે સ્થાનિક સ્તરે ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો છે.

જમીનનું વજૂદ ચીરીને કરોડોની ખનિજ સંપત્તિ ગાયબ માનસરથી નારણકા વચ્ચેના ગ્રામીણ પટ્ટામાં કિંમતી ખનિજ સંપત્તિનું બેરોકટોક અને મોટા પાયે ગેરકાયદે ઉત્ખનન ચાલી રહ્યું છે.રાઉન્ડ ધ ક્લોક ખનન: દિવસ-રાત જોયા વગર ભારે મશીનરી વડે જમીનમાં ઊંડા ખાડા પાડી કુદરતી સંપત્તિ લૂંટાઈ રહી છે.

ગેરકાયદે પરિવહન: રોયલ્ટી પાસ કે પરવાનગી વિના ઓવરલોડ ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોવાથી ગ્રામીણ રસ્તાઓ બિસ્માર બન્યા છે અને અકસ્માતનો સતત ભય રહે છે.

પર્યાવરણને કાયમી નુકસાન: ભૂગર્ભ જળસ્તર અને ખેતીલાયક જમીનને ગંભીર નુકસાન પહોંચી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

‘હપ્તા રાજ’ કે ઘોર બેદરકારી? તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો – જ્યારે ગ્રામીણ નાગરિકો માટે આ ખનન ખુલ્લી આંખે દેખાય છે, ત્યારે જવાબદાર ખનિજ વિભાગના અધિકારીઓ કેમ અજાણ છે? સ્થાનિકોમાં ચર્ચાતી વાતો મુજબ, નિયમિત કાર્યવાહીના અભાવ પાછળ વહીવટી તંત્રની મીઠી નજર અને વ્યવસ્થિત ‘હપ્તા પ્રથા’ કામ કરી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.

શું દરોડા પાડવાની માત્ર કાગળ પરની ઔપચારિકતા જ નિભાવાય છે? કરોડો રૂપિયાની સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા માફિયાઓ સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ કે કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો કેમ નોંધાતો નથી? ઊંડા ખાડાઓમાં કોઈ દુર્ઘટના સર્જાશે ત્યારે જ તંત્ર જાગશે?

ઉચ્ચ સ્તરીય તપાસ અને એસઆઈટી (SIT) ની માગ સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકો હવે આ મામલે ગાંધીનગર કક્ષાએથી ગુપ્ત વિજિલન્સ તપાસ અને ગેરકાયદે ખનન સ્થળોનું ડ્રોન સર્વેક્ષણ કરવાની માગ કરી રહ્યા છે. જો તાત્કાલિક અસરથી આ બેફામ લૂંટ અટકાવી, જવાબદાર અધિકારીઓ અને ખનિજ માફિયાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર લોક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો