MORBI:મોરબી નવરાત્રીમાં ધાર્મિક પવિત્રતા અને સંસ્કૃતિની મર્યાદા જાળવવા સનાતન હિન્દુ સંગઠનની આયોજકોને કડક અપીલ

MORBI:મોરબી નવરાત્રીમાં ધાર્મિક પવિત્રતા અને સંસ્કૃતિની મર્યાદા જાળવવા સનાતન હિન્દુ સંગઠનની આયોજકોને કડક અપીલ

મોરબી:આગામી નવરાત્રી મહોત્સવને લઈને મોરબી સર્વે સનાતન હિન્દુ સંગઠન દ્વારા શહેર અને જિલ્લાના તમામ ગરબી તેમજ નવરાત્રી મહોત્સવના આયોજકોને એક સંયુક્ત યાદી જાહેર કરીને ધાર્મિક મર્યાદા અને પવિત્રતા જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. સંગઠને સ્પષ્ટતા કરી છે કે આ પર્વ માત્ર મનોરંજનનું સાધન ન બનતા માતાજીની આરાધના અને પરંપરાગત ભક્તિભાવનું કેન્દ્ર બની રહેવું જોઈએ.

મુખ્ય મુદ્દાઓ અને માર્ગદર્શિકા:પરંપરાગત ગરબાઓને પ્રાથમિકતા: નવરાત્રીમાં માત્ર ફિલ્મી અને અશ્લીલ ગીતોને બદલે મા અંબાની ભક્તિભાવપૂર્ણ સ્તુતિ અને પરંપરાગત પ્રાચીન-અર્વાચીન ગરબાઓને મહત્વ આપવું.

આઈડેન્ટિટી વેરિફિકેશન અને પ્રવેશ: ગ્રાઉન્ડ પર કાર્યરત ગાયક કલાકાર, બાઉન્સર, સિક્યુરિટી સ્ટાફ, કેન્ટીન સંચાલકો તેમજ ગ્રાઉન્ડ સ્ટાફનું ઓળખકાર્ડ (ID) ચકાસી, તિલક કરીને જ પ્રવેશ આપવાની વ્યવસ્થા ગોઠવવી.

વિધર્મીઓના પ્રવેશ પર રોક: ગરબી કે ગ્રાઉન્ડમાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવા અને કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ લોકો માટે યોગ્ય આચારસંહિતા નક્કી કરી તેનું ચુસ્ત પાલન કરાવવા જણાવાયું છે.

ગેરવર્તણૂક સામે વિરોધની ચેતવણી: જો કોઈ આયોજનમાં હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ કે અશોભનીય વર્તન જોવા મળશે, તો સોશિયલ મીડિયા, મીડિયા તેમજ ગ્રાઉન્ડ સ્તર પર પહોંચીને સખત વિરોધ કરવામાં આવશે. આવા કિસ્સામાં ઊભા થતા વિવાદની સંપૂર્ણ જવાબદારી જે-તે આયોજકોની રહેશે.

હિન્દુ સંસ્કૃતિનું જતન એ સમગ્ર સમાજની નૈતિક જવાબદારી હોવાનું જણાવી સંગઠને તમામ આયોજકોને શિસ્તબદ્ધ અને પવિત્ર વાતાવરણમાં આયોજન સંપન્ન કરવા સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો