ન્યાયની જીત: સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો – સામૂહિક દુષ્કર્મના ૩ આરોપીને ૨૦-૨૦ વર્ષની જેલ.

તારીખ ૧૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ (ગૅંગરેપ) આચરવાના ગંભીર ગુનામાં હાલોલની નામદાર એડીશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદ અને દરેકને રૂ. ૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

ફરિયાદી મહિલા રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર બાળકે તેમનો હાથ પકડી રાખ્યો હતો. તે જ સમયે બાકરોલ કાંટાવેડા ફળિયાના રહેવાસી (૧) દિપકસિંહ દલીપસિંહ પરમાર, (૨) ભયલુ સીતાભગત પરમાર અને (૩) ઉમેશકુમાર કાળુભાઈ પરમાર આવી પહોંચ્યા હતા. ચારેય જણાએ મહિલાનું મોઢું દબાવી, તેમને ઢસડીને નજીકના પડતર ખેતરમાં લઈ જઈ તેમની મરજી વિરુદ્ધ વારાફરતી દુષ્કૃત્ય આચર્યું હતું.આરોપીઓએ પોતાના કેમેરાવાળા મોબાઈલમાં મહિલાના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. જો આ વાત કોઈને કહેશે તો ફોટા વાયરલ કરવાની અને મહિલા તેમજ તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૭૬(ડી) અને ૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધાવતા તપાસ અધિકારીએ આરોપીઓની અટકાયત કરી ચાર્જશીટ રજૂ કરી હતી. કેસ ચાલવા પર મદદનીશ સરકારી વકીલ એલ.આર. શેઠનાએ એફ.એસ.એલ. ગાંધીનગર અને એફ.એસ.એલ. સુરતના રિપોર્ટ, સાક્ષીઓ તથા તપાસ અમલદારની જુબાનીના આધારે મજબૂત રજૂઆતો કરી હતી. જે આધારે હિતેશકુમાર ઉર્ફે દીપો ઉર્ફે દિપકસિંહ દલીપસિંહ પરમાર,સુરેન્દ્રસિંહ ઉર્ફે ભયલી ઉર્ફે અજીતસિંહ ઉર્ફે સીતાભગત પરમાર, ઉમેશકુમાર ઉર્ફે મઠો વીરસિંહ કાળુભાઈ પરમાર (ત્રણેય રહે. બાકરોલ કાંટાવેડા ફળિયું, તા. કાલોલ)નામદાર એડી સેશન્સ કોર્ટ હાલોલ દ્વારા ત્રણેય આરોપીઓને ઈ.પી.કો. કલમ ૩૭૬(ડી) હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદ ભોગવવી પડશે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો