MORBI:મોરબી એસ.ટી. બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન, ગોર ખીજડીયા ગ્રામ પંચાયતે ડેપો મેનેજરને કરી રજૂઆત

MORBI:મોરબી એસ.ટી. બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન, ગોર ખીજડીયા ગ્રામ પંચાયતે ડેપો મેનેજરને કરી રજૂઆત

મોરબી તાલુકાના ગોર ખીજડીયા અને શારદાનગર રૂટ પર દોડતી એસ.ટી. બસોના ધાંધિયા સામે આવ્યા છે. બસો સમયસર ન આવતી હોવાથી શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે, જેને લઈને ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ મોરડીયા દ્વારા મોરબી ડેપો મેનેજરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

શારદાનગર–મોરબી રૂટની બસ અત્યંત અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી શકતા નથી.ગોર ખીજડીયાથી મોરબી આવતી માળિયા–મોરબી રૂટની સવારે ૧૧:૦૦ વાગ્યાની બસ વિદ્યાર્થીઓ બપોરે ૧૨:૦૦ વાગ્યે શાળાએ પહોંચી શકે તે મુજબ નિયમિત ચલાવવાની માંગ કરાઈ છે. ગ્રામ પંચાયતે વિદ્યાર્થીઓને અપડાઉનમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્રને તાત્કાલિક યોગ્ય પગલાં લઈ સમયસર બસો દોડાવવા અનુરોધ કર્યો છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો