તારીખ ૧૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કાલોલ તાલુકાના રામનાથ ગામે આવેલા રામનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને હવન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને ગ્રામજનોએ પૂજાવિધિ કરી હતી. તેમણે વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મહાદેવજી સમક્ષ પ્રાર્થના કરી.
આ ધાર્મિક કાર્યક્રમમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર અને કૃણાલ બારોટ હાજર રહ્યા હતા. તેમની સાથે યુવા મોરચાના નેતાઓ અને સ્થાનિક કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તમામ ઉપસ્થિતોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું. તેમણે વડાપ્રધાન દેશને પ્રગતિના પંથે આગળ ધપાવતા રહે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.









